ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગધર્મમધ્ય ગુજરાતવિશેષ

ચૈત્રી નવરાત્રી દરમિયાન શ્રીઆરાસુરી અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર

Text To Speech

પાલનપુર, 27 માર્ચ, 2025: ચૈત્રી નવરાત્રી દરમિયાન શ્રીઆરાસુરી અંબાજી મંદિર ખાતે Change in Aarti and Darshan timings આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

શ્રી આરાસુરી અંબાજી માતા Ambaji Temple દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે, આગામી ચૈત્રી નવરાત્રી Chaitri Navratri નિમિત્તે આરતી-દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર અંબાજીમાં યાત્રાળુઓને સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે જેની જાહેર જનતાને નોંધ લેવા વિનંતી કરાઈ છે.

તા.૩૦/૦૩/૨૦૨૫ને ચૈત્ર સુદ – ૧ (એકમ) રવિવારના ઘટસ્થાપન સવારે ૦૯:૧૫ કલાકે કરવામાં આવશે. જેમાં આરતી સવારે ૦૭:૦૦ થી ૦૭:૩૦, દર્શન સવારે ૦૭:૩૦ થી ૧૧:૩૦, રાજભોગ બપોરે ૧૨:૦૦ કલાકે, દર્શન બપોર ૧૨:૩૦ થી ૧૬:૩૦, આરતી સાંજે ૧૯:૦૦ થી ૧૯:૩૦, દર્શન સાંજે ૧૯:૩૦ થી ૨૧:૦૦ વાગ્યા સુધીનો સમય રહેશે.

તા.૦૫/૦૪/૨૦૨૫ને ચૈત્ર સુદ-૮ (આઠમ)ના રોજ આરતીનો સમય સવારે ૦૬:૦૦ વાગ્યાનો રહેશે. તા.૧૨/૦૪/૨૦૨૫ને ચૈત્ર સુદ-૧૫ (પુનમ)ના રોજ આરતીનો સમય સવારે ૦૬:૦૦ વાગ્યાનો રહેશે તેમજ તા.૦૬/૦૪/૨૦૨૫થી મંદિરના દર્શન અને આરતીનો સમય રાબેતા મુજબ રહેશે. તમામ ભક્તજનોને વિનંતી છે કે, તેઓ ઉપરોક્ત સમય મુજબ દર્શન માટે આગમન કરે તેમ જણાવ્યું છે.

આ પણ વાંચોઃ સાવધાન: ગુજરાતમાં અહીંથી ઝડપાયો મોટા પાયે નકલી ઘીનો જથ્થો, 3100 કિલો માલ ઝડપાયો

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button