ઘટાડા સાથે ખુલ્યા બાદ શેરબજારમાં તેજી: જાણો સેન્સેક્સ નિફ્ટીની સ્થિતિ


નવી દિલ્હી, 27 માર્ચ: 2025: આજે ગુરુવારે ભારતીય શેરબજારની શરૂઆત નબળી રહી. બોમ્બે સ્ટોક એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 201 પોઈન્ટના ઘટાડા સાથે 77,087 પર ખુલ્યો. જ્યારે, નેશનલ સ્ટોક એક્ષચેન્જ (NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 52 પોઈન્ટના ઘટાડા સાથે 23433 પર ખુલ્યો. જોકે થોડા સમય બાદ શેરબજારમાં તેજી જોવા મળી, સવારે 9.48 વાગ્યે સેન્સેક્સ 189.24ના વધારા સાથે 77,477.74 પર પહોંચ્યો હતો, જયારે 51.65ના વધારા સાથે 23,538.50 પહોંચ્યો હતો.
આજના કારોબાર દરમિયાન, સેન્સેક્સના 30 માંથી 20 શેરોમાં ઘટાડો જોવા મળ્યો, જ્યારે 10 શેરોમાં વધારા સાથે કારોબાર જોવા મળ્યો. ટાટા મોટર્સના શેરમાં ઘટાડો નોંધાયો. નિફ્ટીમાં 50 માંથી 33 શેરમાં ઘટાડો જોવા મળ્યો, જ્યારે 17શેરમાં વધારા સાથે કારોબાર થઈ રહ્યો હતો. આજે સૌથી મોટો ઘટાડો ઓટો સેક્ટરમાં જોવા મળ્યો.
શરૂઆતના કારોબારમાં સેન્સેક્સમાં સૌથી વધુ ઘટાડો ટાટા મોટર્સના શેરમાં નોંધાયો હતો, જેમાં આમાં 5 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. સૌથી વધુ વધારો ઝોમેટોમાં થયો હતો, ઝોમેટોના શેરોમાં લગભગ બે ટકાનો વધારો થયો હતો.
આ પણ વાંચો….HDFC બેંકમાં સામે આવી ગેરરીતિ! RBIએ લગાવ્યો આટલો દંડ