ભારત અને ચીન વચ્ચે સમસ્યા તો છે પરંતુ સંઘર્ષ વિના ઉકેલી શકાય છે


નવી દિલ્હી, 27 માર્ચ, 2025: ભારત અને ચીન વચ્ચે નજીકના ભવિષ્યમાં અનેક સમસ્યાઓ ઊભી થનાર છે પરંતુ તેને સંઘર્ષમાં ઉતર્યા વિના તેનો ઉકેલ લાવી શકાય તેમ છે એમ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પાછલા સપ્તાહે જણાવ્યું હતુ કે ચીન સાથેના સંબંધમાં વિશ્વાસ, ઉત્સાહ અને ઉર્જા પરત ફરશે અને બન્ને દેશોનું ફોકસ મતભેદ વિવાદમાં ન પરિણમે તે જોવાનું રહેશે.
નોંધનીય છે કે બન્ને દેશોએ હિમાલયન સરહદ પર પેટ્રોલીંગ અંગે ઓક્ટોબરમાં સંમતિ સાધી હતી, જેના લીધે 2020માં 20 ભારતીય અને ચાર ચાઇનીઝ સૈનિક મરી ગયા હતા તે અંગે ચાલતી મડાગાંઠનો ઉકેલ આવી ગયો હતો.
આ કારણને લીધે વિવિધ પાસાઓ જેમ કે દ્વિપક્ષીય જોડાણ અલબત્ત વેપારથી લઇને ટેકનોલોજી અને હવાઇ મુસાફરી પર અસર પડી હતી. એસ. જયશંકરે નોન-પ્રોફીટ એશિયા સોસાયટી દ્વારા આયોજિત એક પ્રસંગે જણાવ્યું હતુ કે અમે જાણીએ છીએ કે ભારત અને ચીન વચ્ચે નજીકના ભવિષ્યમાં અનેક સમસ્યાઓ રહેલી છે પરંતુ તે સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવાના ઘણા માર્ગો છે અને 2020માં જે કંઇ થયુ હતુ તે યોગ્ય માર્ગ ન હતો.
જયશંકરે વધુમાં જણાવ્યું હતુ કે ઓક્ટોબરથી સંબંધો સુધરી રહ્યા હોવાનું અમે માનીએ છીએ, અણે જે કંપની પ્રયત્નો કરીએ છીએ તેમાં 2020 બાદ બન્ને દેશો વચ્ચે સંબધો પુનઃ સુધરે, થયેલુ નુકસાન પાછુ વાળી શકાય તેનો સમાવેશ થાય છે.
ભારત અને ચીન 3,800 કિમીની સરહદમાં ભાગીદારી ધરાવે છે જેનો વિવાદ 1950થી ચાલી રહ્યો છે અને અગાઉ તે બાબતે યુદ્ધ પણ થયું હતું.
મોદી અને ચીનના પ્રમુખ શિ જિનપિંગ પાછલા વર્ષે રશીયામાં બ્રિક્સ સંમિટ વખતે મળ્યા હતા અને 2020 મુદ્દે ઔપચારીક વાતો થઇ હતી અને તેમણે આ બાબતે વાટાઘાટ અને સહકાર વધારવાની સંમતિ વ્યક્ત કરીને જોડાણમાં સુધારો કરીને સંઘર્ષનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચોઃ વિપ્રોએ બ્રિટીશ વીમેદાર ફોનીક્સ ગ્રુપ પાસેથી 5400 કરોડનો ઓર્ડર જીત્યો