આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

વિપ્રોએ બ્રિટીશ વીમેદાર ફોનીક્સ ગ્રુપ પાસેથી 5400 કરોડનો ઓર્ડર જીત્યો

બેંગલુરુ, 27 માર્ચ, 2025: ભારતની આઇટી દિગ્ગજ કંપની વિપ્રોએ બ્રિટીશ વીમેદાર ફોનીક્સ ગ્રુપ પાસેથી 500 મિલીયન પાઉન્ડ એટલે કે આશરે રૂ. 5400 કરોડ રૂપિયાનો 10 વર્ષનો મોટો ઓર્ડર હાંસલ કર્યો છે. આ સોદા હેઠળ વિપ્રો ફોનીક્સ ગ્રુપની રિએશ્યોર કંપી માટે લાઇફ અને પેન્શન સાથે સંકળાયેલી સેવાઓ સંભાળશે. આ સોદામા ફોનીક્સ ગ્રુપમાં ડિજીટલ પરિવર્તન ઝડપથી આવશે અને તેની સેવાઓ વધુ સારી થશે.

વિપ્રો માટે સૌથી મોટો સોદો

આ સોદો 2020 પછી વિપ્રો માટે સાવ્રજનિક રીતે ઘોષિત સૌથી મોટો સોદો છે. આ કરાર હેઠળ, ફોનિક્સ ગ્રુપના કેટલાક કર્મચારીઓ વિપ્રોમાં જોડાશે, જો કે કેટલા લોકો તેમાં જોડાશે તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. આ સોદો યુકેમાં વિપ્રોની સ્થિતિને વધુ મજબૂત બનાવશે અને કંપનીને નાણાકીય સેવા ક્ષેત્રે તેની કુશળતા દર્શાવવાની મોટી તક આપશે.

ફોનિક્સ ગ્રુપને ટેક્નિકલ મદદ મળશે

આ સોદા હેઠળ, વિપ્રો ફોનિક્સ ગ્રુપની જીવન અને પેન્શન સેવાઓને ડિજિટલાઇઝ કરશે અને તેના ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડશે. ફોનિક્સ ગ્રૂપના સીઈઓ એન્ડી બ્રિગ્સે જણાવ્યું હતું કે વિપ્રોની ટેક્નોલોજી અને સેવાઓમાં નિપુણતા તેને ગ્રાહકોને વધુ સારી સેવાઓ પ્રદાન કરવામાં મદદ કરશે. તેમણે આ સોદાને ફોનિક્સ ગ્રુપના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનો એક મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો હતો.

વિપ્રો શું કામ કરશે?

આ ભાગીદારી હેઠળ, વિપ્રોની કંપની વિપ્રો ફાઇનાન્સિયલ આઉટસોર્સિંગ સર્વિસિસ લિમિટેડ (WFOSL) ફોનિક્સ ગ્રુપના ગ્રાહકો માટે સંખ્યાબંધ સેવાઓનું સંચાલન કરશે. આમાં પોલિસી મેનેજમેન્ટ, ક્લેમ પ્રોસેસિંગ, ગ્રાહક સેવા, ડેટા મેનેજમેન્ટ, કોમ્પ્લાયન્સ અને ડિજિટલ ટેકનોલોજી સેવાઓનો સમાવેશ થાય છે. આ સેવાઓ ગ્રાહકોને ઝડપી અને સરળ સેવાઓ પ્રદાન કરશે અને ફોનિક્સ ગ્રુપની કામગીરીમાં સુધારો કરશે.

યુકેમાં વિપ્રોની મજબૂત પકડ

વિપ્રોના યુરોપના સીઈઓ ઓમકાર નિસાલે જણાવ્યું હતું કે આ સોદો યુકેમાં વિપ્રોની સ્થિતિને વધુ મજબૂત બનાવશે. આ પહેલીવાર નથી જ્યારે ફોનિક્સ ગ્રુપે કોઈ ભારતીય કંપની સાથે આટલો મોટો સોદો કર્યો હોય. અગાઉ, 2023માં, ફોનિક્સ ગ્રૂપે ભારતીય IT કંપની ટીસીએસ સાથે $723 મિલિયનના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા.

ફોનિક્સ ગ્રૂપે જણાવ્યું હતું કે વિપ્રોની આ ભાગીદારી ઉપરાંત તેમના વર્તમાન ભાગીદાર ટીસીએસ ડિલિજેન્ટા સાથે પણ ચાલુ રહેશે. આગામી સમયમાં, ટીસીએસના BaNCS પ્લેટફોર્મ પર 80 લાખથી વધુ પોલિસી હશે.

ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં મોટું પગલું

વિપ્રોના ગ્લોબલ ટેક્નોલોજી હેડ નાગેન્દ્ર બંડારુએ જણાવ્યું હતું કે આ સોદો ડિજિટલ ટેક્નોલોજીમાં વિપ્રોની કુશળતા દર્શાવે છે. તેમણે કહ્યું કે વિપ્રો ક્લાઉડ, ડેટા અને AI જેવી નવી ટેક્નોલોજી સાથે ફોનિક્સ ગ્રૂપને મજબૂત કરશે. આ તેમના કામને ઝડપી, સ્માર્ટ અને સરળ બનાવશે.

આ કરાર હેઠળ, વિપ્રો ફોનિક્સ ગ્રૂપની કોર સિસ્ટમ ALPHAનું સંચાલન કરશે અને તેને AI, ઓટોમેશન, ક્લાઉડ અને ડિજિટલ ટેક્નોલોજીઓ સાથે વધારશે. તેનાથી ગ્રાહકોને ઝડપી અને સારી સેવાઓ મળશે અને કંપનીનું કામ પણ સરળ બનશે.

વિપ્રો યુકેમાં નવું ટેક્નોલોજી સેન્ટર બનાવશે

આ સોદા હેઠળ, વિપ્રો યુકેમાં તેની હાજરીનો વિસ્તાર કરશે અને ત્યાં નવી ટેકનોલોજી અને સેવા કેન્દ્રો ખોલશે. વિપ્રો અને ફોનિક્સ ગ્રુપની ટીમો ગ્રાહકોને સારી સુવિધા મળે અને તેમની સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ આવે તે માટે આ કેન્દ્રોમાં સાથે મળીને કામ કરશે.

આ પણ વાંચોઃ ભારતી એરટેલ બની દેવામુક્તઃ 2024ના મોંઘા સ્પેક્ટ્રમના બાકી નીકળતા 60 અબજ રૂપિયા ચૂકવ્યા

Back to top button