IPL 2025ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

IPL 2025 KKR vs RR : ડી કોકના 97 રન, કોલકાતાએ 8 વિકેટે જીત મેળવી

Text To Speech

ગુવાહાટી, 26 માર્ચ : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનની છઠ્ઠી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાઈ રહી છે. ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

જેના જવાબમાં રાજસ્થાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા તેમની શરૂઆત ખૂબ જ નબળી રહેતા તેણે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 151 રન ફટકાર્યા છે. હવે KKR ને આ મેચ જીતવા માટે 152 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટ ડેબ્યુ મેચ રમતા ડી કોકની ફિફટી અને ત્યારબાદના 97 રનની મદદથી માત્ર 2 વિકેટ ગુમાવીને મેળવી લીધો છે. એટલે કે કોલકાતાએ 8 વિકેટે જીત મેળવી છે. ડી કોકે 61 બોલમાં 97 રનની અણનમ ઇનિંગ રમી, તે સદી ચૂકી ગયો પરંતુ ડી કોકની ઇનિંગ ખૂબ જ ખાસ છે કારણ કે ગુવાહાટીની પિચ બેટિંગ માટે સરળ નહોતી અને તેણે ક્રીઝ પર બેટિંગ કરીને KKRને સિઝનની પહેલી જીત અપાવી.

રાજસ્થાન રોયલ્સનું નિરાશાજનક પ્રદર્શન

રાજસ્થાન રોયલ્સ ટોસ હારી ગયા અને અહીંથી તેમની સમસ્યાઓ શરૂ થઈ. સેમસન અને જયસ્વાલે ટીમને ઝડપી શરૂઆત આપી હતી પરંતુ ચોથી ઓવરમાં વૈભવ અરોરાએ વિકેટ લઈને KKRને પહેલી સફળતા અપાવી હતી. સેમસન આઉટ થયા પછી, રિયાન પરાગે ઝડપી બેટિંગ કરી પરંતુ આ દરમિયાન યશસ્વી જયસ્વાલ 29 રન બનાવીને આઉટ થઈ ગયો. રિયાન પરાગને પણ વરુણ ચક્રવર્તીએ 25 રન બનાવીને આઉટ કર્યો. નીતિશ રાણા પણ ફક્ત 8 રન બનાવી શક્યા. હસરંગાએ 4 રન બનાવ્યા. ધ્રુવ જુરેલે કોઈક રીતે 33 રન બનાવ્યા અને રાજસ્થાનની ટીમ 150 રનને પાર કરી ગઈ.

કોલકાતાના સ્પિનરોએ અજાયબીઓ કરી

કોલકાતાની જીતના હીરો સ્પિનરો હતા. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 2 વિકેટ લીધી. મોઈન અલીએ પણ 23 રન આપીને 2 વિકેટ લીધી. હર્ષિત રાણા અને વૈભવ અરોરાએ 2-2 વિકેટ લીધી.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ ઈલેવન: ક્વિન્ટન ડી કોક, વેંકટેશ ઐયર, અજિંક્ય રહાણે (કેપ્ટન), રિંકુ સિંહ, મોઈન અલી, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, સ્પેન્સર જોન્સન, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી

રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ ઇલેવન: યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, નીતીશ રાણા, રિયાન પરાગ (કેપ્ટન), ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરાંગા, જોફ્રા આર્ચર, મહેશ થેક્ષાના, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા

Back to top button