મર કે ભી કિસી કો યાદ આએંગે: આણંદમાં બ્રેઈનડેડ યુવકના અંગદાનથી 3 વ્યક્તિને મળ્યું નવજીવન


આણંદ, 269 માર્ચ: 2025: ઓર્ગન ડોનેશન કે અંગદાન એક પ્રકારનું જીવન દાન છે, જ્યાં કોઈ વ્યક્તિ પોતાના મૃત્યુ પછી તેના શરીરને અંગોને દાન કરીને કોઈનું જીવન બચાવી શકે છે. આણંદમાં કલરકામ કરતા ૩૦ વર્ષીય મુલાયમ યાદવે પણ પોતાના અંગોનું દાન કરીને 3 વ્યક્તિને નવજીવન આપ્યું છે. 3 people got new life through organ donation from a brain-dead youth જેમણે બ્રેઇન હેમરેજ બાદ તેમણે બ્રેઇન ડેડ જાહેર કરાયા હતાઆ ત્યારબાદ પરિવારે અંગદાનની સંમતિ આપતા લિવર અને કિડનીનું દાન મળ્યું છે.
આણંદના મફતપુરા ખાતે રહેતા કલરકામની મજુરીથી પરિવારનું ગુજરાન ચલાવતા મુલાયમ યાદવ ૧૯ માર્ચના કરમસદ બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેમણે બ્રેઇન હેમરેજ થયુ હતું. સઘન સારવાર બાદ ૨૩ માર્ચના ડૉક્ટરોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. ડૉક્ટરો અને સામાજિક કાર્યકરોએ મુલાયમ યાદવના પરિવારને અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું હતું. પત્ની સાવિત્રી દેવી- અને પિતાએ જણાવ્યું કે, ‘અમે ખૂબ જ સામાન્ય પરિવારના છીએ. જીવનમાં કોઇ ચીજ-વસ્તુનું દાન કરી શકીએ તેમ નથી. મુલાયમ બ્રેઇનડેડ હોવાથી હવે તેનું શરીર રાખ થવાનું જ છે. હવે તેના અંગોનું દાન થઇ શકતું હોય તે કરાવીને અંગ અન્ય દર્દીઓને નવજીવન આપી શકી છીએ.
મૃતકના પાર્થિવ દેહને તેના મુળ વતન ઉત્તરપ્રદેશ મોકલવા માટે ડોનેટ લાઈફ સંસ્થાએ સંપુર્ણ વ્યવસ્થા કરી આપી હતી. બ્રેઇનડેડ મુલાયમની બે કિડનીમાંથી એકનું અમદાવાદ જ્યારે બીજીનું રાજકોટના દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. લિવરનું ટ્રાન્સપ્લાન્ટ મોહાલીના રહેવાસી-અમદાવાદમાં સારવાર લઇ રહેલા દર્દીમાં કરાયું હતું. લિવર અને કિડનીને સમયસર પહોંચાડવા કરમસદથી અમદાવાદ સુધીનો માર્ગ ગ્રીન કોરિડોર બનાવાયો હતો. આણંદથી અમદાવાદ વચ્ચે નવ દિવસમાં આ બીજો ગ્રીન કોરિડોર છે.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
આ પણ વાંચો.,.ગૌમાતાઓએ કેરીના રસની લિજ્જત માણી: વડોદરાના યુવાનોએ કેરીઓ ખરીદી જાતે રસ કાઢ્યો