ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ : AMC દ્વારા બાકી મિલકતવેરો વસૂલવા માટે 4 હજારથી વધુ મિલકત સીલ કરાઇ

Text To Speech
  • રહેણાંક મિલકત માટે બાકી કર ભરનારાને ૧૦૦ વ્યાજ માફી અપાઈ
  • એક જ દિવસમાં રૂપિયા ૧૫.૧૨ કરોડની રકમ પ્રોપર્ટીટેકસ પેટે વસૂલ કરાઈ
  • બાકી ટેક્સ ધારકોની ૩૯૨૮ મિલકત માટે વેરા વસૂલીની નોટિસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાત ઝોનના વિવિધ વોર્ડમાં બાકી મિલકતવેરો વસૂલવા કુલ ૪૨૪૨ કોમર્શિયલ મિલકત સીલ કરાઈ હતી. સાત ઝોનમાં એક જ દિવસમાં રૂપિયા ૧૫.૧૨ કરોડની રકમ પ્રોપર્ટીટેકસ પેટે વસૂલ કરાઈ હતી.

બાકી ટેક્સ ધારકોની ૩૯૨૮ મિલકત માટે વેરા વસૂલીની નોટિસ

પશ્ચિમ ઝોનમાં આવેલી રહેણાંક મિલકતોમાં બાકી ટેક્સ ધારકોની ૩૯૨૮ મિલકત માટે વેરા વસૂલી માટે નોટિસ આપવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં પાલડી,નવરંગપુરા ઉપરાંત આશ્રમરોડ, નવા વાડજ તથા રાણીપ વોર્ડમાં આવેલા વિવિધ કોમર્શિયલ કોમ્પલેકસમાં બાકી કરવેરો વસૂલવા ૧૮૫૦ કોમર્શિયલ મિલકતને ટેકસ વિભાગે સીલ માર્યા હતા. રૂપિયા ૨.૩૦ કરોડની બાકી કરવેરાની વસૂલાત કરાઈ હતી. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા શાંતિપુરા ચોકડી વિસ્તાર, ઉજાલા ક્રોસ રોડ, વેજલપુર,ગ્યાસપુર સહીતના અન્ય વિસ્તારોમાં ૨૩૨ મિલકતને સીલ કરાઈ હતી.

રહેણાંક મિલકત માટે બાકી કર ભરનારાને ૧૦૦ વ્યાજ માફી અપાઈ

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં બાકી મિલકતવેરો નહીં ભરતા સાત મિલકતધારકોની મિલકતની હરાજી કરાઈ હતી. બાકી મિલકતવેરા પેટે રુપિયા ૨.૬૦ કરોડની વસૂલાત કરાઈ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૧૪ માર્ચથી રહેણાંક મિલકત માટે બાકી કર ભરનારાને ૧૦૦ તથા કોમર્શિયલ મિલકત માટે બાકી કરવેરો ભરનારાને ૭૫ ટકા વ્યાજ માફી અપાઈ રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ડ્રગ્સની દાણચોરી મામલે દર મહિને સરેરાશ જાણો કેટલા લોકોની કરાય છે ધરપકડ

Back to top button