ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ડ્રગ્સની દાણચોરી મામલે દર મહિને સરેરાશ જાણો કેટલા લોકોની કરાય છે ધરપકડ

Text To Speech
  • ડ્રગ્સની દાણચોરી મામલે 3 વર્ષમાં કુલ 1366 કેસ દાખલ
  • બે વર્ષમાં ડ્રગ્સ સ્મગલિંગના કેસમાં 25 ટકા જેટલો વધારો
  • સૌથી વઘુ ધરપકડ થઇ હોય તેવા રાજ્યોમાં કેરળ 27777 સાથે મોખરે

ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં ડ્રગ્સના સ્મગલિંગ બદલ 1366 કેસ નોંધાયા છે જ્યારે 1946ની ધરપકડ કરવામાં આવી છે. આમ, પ્રતિ મહિને સરેરાશ 54 વ્યક્તિની ડ્રગ્સ સ્મગલિંગમાં ધરપકડ થાય છે જ્યારે 38 વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે છે.

સૌથી વઘુ ધરપકડ થઇ હોય તેવા રાજ્યોમાં કેરળ 27777 સાથે મોખરે

ડ્રગ લો એન્ફોર્સમેન્ટ એજન્સી અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો દ્વારા આપેલ વિગત પ્રમાણે વર્ષ 2024માં ગુજરાતમાં ગાંજા-અફીણ સાથે ઝડપાયેલા 383 જ્યારે મેફેડ્રોન સાથે 112 વિરુદ્ધ કેસ દાખલ કરાયા હતા. આ ઉપરાંત કુલ 702ની ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ્સ સ્મગલિંગ બદલ સૌથી વઘુ ધરપકડ થઇ હોય તેવા રાજ્યોમાં કેરળ 27777 સાથે મોખરે છે.

ધરપકડમાં 10 ટકાથી વઘુનો વધારો નોંધાયો છે

આ સિવાય અન્ય રાજ્યો કે જ્યાં એક વર્ષમાં ડ્રગ્સ મામલે સૌથી વઘુ ધરપકડ થઇ હોય તેમાં મઘ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, નવી દિલ્હી, ઓડિશા અને પશ્ચિમ બંગાળનો મુખ્યત્વે સમાવેશ થાય છે. ગુજરાતમાં 2022ની સરખામણીએ 2024માં ડ્રગ્સ સ્મગલિંગના કેસ દાખલ કરવાના પ્રમાણમાં 25 ટકા અને અને ધરપકડમાં 10 ટકાથી વઘુનો વધારો નોંધાયો છે. 2022માં ડ્રગ્સ સ્મગલિંગમાં 394 કેસ દાખલ કરાયા હતા અને 637ની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાત : આંદોલનકારી આરોગ્ય વિભાગના કર્મચારીઓ સામે પગલાં ભરવાનું સરકારે શરૂ કર્યુ

Back to top button