Video: ઉમેદવાર જાહેર થયા બાદ ગોપાલ ઈટાલિયા પહોંચ્યા વિસાવદર, થયું ભવ્ય સ્વાગત


જુનાગઢ, તા. 26 માર્ચ, 2025: વિસાવદર સીટના પેટા ચૂંટણી માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા હજુ કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી. પક્ષ દ્વારા આ બેઠક પરથી ગોપાલ ઈટાલિયાના નામની જાહેરાત કરવામાં આવી છે. ગોપાલ ઈટાલિયાએ તેનું નામ જાહેર થયા બાદ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે.
વિસાદર પહોંચેલા ગોપાલ ઈટાલિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુરુવારથી તેઓ વિવિધ ગામડાઓનો પ્રવાસ શરૂ કરશે.
વિજયી ભવઃ
વિસાવદર વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રી @Gopal_Italia નું કાર્યકર્તાઓ અને સ્થાનિકોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું. pic.twitter.com/Q69YTyQHQg
— AAP Gujarat (@AAPGujarat) March 26, 2025
ગોપાલ ઇટાલિયાએ વિસાવદર બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને આપનાં ગઠબંધન અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન અંગે જવાબ આપતા કહ્યું હતું કે, “કોંગ્રસ સાથેનાં ગઠબંધન અંગેનો પ્રશ્ન મહત્વપૂર્ણ છે, જે દિવસે વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી આવતી હતી તે સમયે વિસાવદર બેઠક પર ખાલી હતી અને તે સમયે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠક બાદ નક્કી થયેલું કે વાવ બેઠક પર કોંગ્રેસ લડશે અને આપ ઉમેદવાર નહિ ઉતારે, તે જ રીતે વિસાવદર બેઠક પર જ્યારે પણ ચૂંટણી આવશે ત્યારે આપ લડશે અને કોંગ્રેસ ઉમેદવાર નહિ ઉતારે.
ગુજરાત માટે આમ આદમી પાર્ટી દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. વિસાવદર બેઠક પર ચૂંટણીનો માર્ગ મોકળો કરવાની સાથે જ આમ આદમી પાર્ટીએ ઉમેદવારની જાહેરાત કરી દીધી. તે પૂર્વે જ ગુજરાત માટે પ્રભારી અને સહપ્રભારીની નિમણૂક કરી હતી.
વિસાવદર-ભેંસાણ વિધાનસભાના ઉમેદવાર, ખેડૂતપુત્ર અને યુવાનેતા શ્રી @Gopal_Italia નો આવતીકાલે 27 માર્ચ, ગુરુવારનો અલગ અલગ ગામોમાં કાર્યક્રમ.
ગોપાલ ડરશે નહીં,
ગોપાલ ઝૂકશે નહીં. pic.twitter.com/4LwavheNrU— AAP Gujarat (@AAPGujarat) March 26, 2025
આ પણ વાંચોઃ ઈદની સેવઈયાં ખવરાવવા માટે હોળીની ગુજિયા પણ ખાવી પડશે