‘સગીર છોકરીના સ્તન પકડવા એ બળાત્કાર કે તેનો પ્રયાસ નથી’, સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટના આ નિર્ણય પર રોક લગાવી


નવી દિલ્હી, 26 માર્ચ 2025 : સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના એ નિર્ણય પર સ્ટે આપ્યો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘સગીર છોકરીના સ્તન પકડી લેવા, તેના પાયજામાનું નાડુ તોડી નાખવું અને તેને નીચે ખેંચવાનો પ્રયાસ કરવો એ બળાત્કાર કે બળાત્કારનો પ્રયાસ કરવાના ગુનામાં નહીં આવે.’
જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે શું કહ્યું?
જસ્ટિસ બીઆર ગવઈની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે આ એક ગંભીર મામલો છે અને ચુકાદો આપનાર જજ તરફથી સંપૂર્ણ અસંવેદનશીલતા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘અમને એ કહેતા દુ:ખ થાય છે કે આ નિર્ણય લખનાર તરફથી સંવેદનશીલતાનો સંપૂર્ણ અભાવ દર્શાવે છે.’
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
આવા કઠોર શબ્દો વાપરવા બદલ માફ કરશો: જસ્ટિસ ગવઈ
ઉલ્લેખનીય છે કે અલ્હાબાદ હાઈકોર્ટે 17 માર્ચે એક સગીર છોકરી પર બળાત્કારના પ્રયાસના કેસમાં આ નિર્ણય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયમાં કરવામાં આવેલી ટિપ્પણીઓ પર પણ રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે યુપી સરકાર અને કેન્દ્ર સરકારને પણ નોટિસ ફટકારી છે.
સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ અને એટર્ની જનરલને સુનાવણી દરમિયાન કોર્ટને મદદ કરવા જણાવ્યું છે. જસ્ટિસ ગવઈએ કહ્યું કે અમને એક જજ દ્વારા આવા કઠોર શબ્દોના ઉપયોગ બદલ દુઃખ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે CJI ના નિર્દેશ મુજબ આ મામલો સુઓ મોટો લેવામાં આવ્યો છે. અમે હાઈકોર્ટનો આદેશ જોયો છે. હાઈકોર્ટના આદેશના કેટલાક ફકરા 24, 25 અને 26 ન્યાયાધીશ તરફથી સંવેદનશીલતાનો સંપૂર્ણ અભાવ દર્શાવે છે અને એવું નથી કે નિર્ણય ઉતાવળમાં લેવામાં આવ્યો હતો. આ નિર્ણય અનામત રાખ્યાના ચાર મહિના પછી જાહેર કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પીડિતાની માતાએ પણ કોર્ટનો સંપર્ક કર્યો છે અને તેમની અરજીને પણ તેની સાથે જોડવી જોઈએ.
આ પણ વાંચો : રસ્તા પર ફરતા વાહનોમાં હવે ખાલી આ ભાષામાં જ સ્લોગન લખવા, આ રાજ્યની સરકારે લીધો મોટો નિર્ણય