ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

સોનાના ભાવમાં નોંધાઈ રહ્યો છે ઘટાડો: ખરીદવું હોય તો જલ્દી કરો

Text To Speech

નવી દિલ્હી, 26 માર્ચ; 2025: સોનાના ભાવમાં ઘટાડાના મુખ્ય કારણો વૈશ્વિક બજારોમાં નબળાઈ, ડૉલરની મજબૂતી અને રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ છે. જ્યારે યુએસ ડૉલર મજબૂત થાય છે, ત્યારે સોનું મોંઘું થાય છે, જે તેની ખરીદી ઘટાડે છે અને કિંમતો ઘટવા લાગે છે. જેનાં કારણે સોનું સસ્તું થઈ રહ્યું છે. આજે 26 માર્ચ, બુધવારે સોનું સસ્તું થયું છે. આ સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 89,200 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 81,800 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. એક કિલોગ્રામ ચાંદીની કિંમત 1,00,900 રૂપિયાના સ્તરે છે. ચાંદીના ભાવ આજે પણ સપાટ રહ્યા હતા.

આજે સમગ્ર દેશમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલની સરખામણીએ સોનું 400 રૂપિયા સસ્તુ થયું છે. 26 માર્ચ, 2025ના રોજ ચાંદીનો ભાવ 1,00,900 રૂપિયા પ્રતિ કિલો હતો. ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ર, 26 માર્ચ, 2025 ના રોજ, દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 81,900 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 89,430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. મુંબઈમાં 22 કેરેટ સોનું 81,840 રૂપિયા અને 24 કેરેટ સોનું 89,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે.

MCX પર સોનું ₹87485 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે અને તેમાં ₹69 ની નબળાઈ છે. ચાંદીનું પણ એવું જ છે. ચાંદી પ્રતિ કિલોગ્રામ ૫૩ રૂપિયા સસ્તી થઈને ૯૯૧૦૦ રૂપિયા પર ટ્રેડ થઈ રહી છે. આજે અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹81,890 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹89,330 પ્રતિ 10 ગ્રામ છે.

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

આ પણ વાંચો..શેરબજારમાં આજે ફ્લેટ શરૂઆત; સેન્સેક્સ 67 પોઈન્ટનો ઘટાડો

Back to top button