ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

શેરબજારમાં આજે ફ્લેટ શરૂઆત; સેન્સેક્સ 67 પોઈન્ટનો ઘટાડો

Text To Speech

નવી દિલ્હી, 26 માર્ચ; 2025: આજે બુધવારે અઠવાડિયાના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારે ફ્લેટ શરૂઆત કરી છે. જો કે બજાર સકારાત્મક વલણ સાથે ખૂલ્યું હતું. આજે BSE સેન્સેક્સ લગભગ 100 પોઈન્ટ ઘટીને 78080 પર ટ્રેડ થઈ રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. NSE નિફ્ટી લગભગ 50 પોઈન્ટ વધીને 23709 પર ટ્રેડ કરી રહ્યો છે. ગઈકાલે પણ શેરબજારમાં સારો વધારો જોવા મળ્યો હતો.

કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર સપાટ ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 67 પોઈન્ટના ઘટાડા સાથે 77,949.26ની સપાટી પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.06 ટકાના વધારા સાથે 23,683.30ની સપાટી પર ખુલ્યો. બજારની શરૂઆતમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીમાં થોડો વધારો ચાલુ રહ્યો.

આજના ટ્રેડિંગ દરમિયાન, મારુતિ સુઝુકી ઈન્ડિયા, મિંડા કોર્પોરેશન, ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, સિમેન્સ ઈન્ડિયા, બ્રેઈનબીસ સોલ્યુશન્સ, TVS મોટર કંપની, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, જ્યોતિ લેબ્સ, ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ, ઈન્ડિજીન, ડીએલએફ, આશાહી ઈન્ડિયા ગ્લાસ, ડ્રેજિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને એનટીપીસી ગ્રીનમાં ફોકસ કરશે.

આ પણ વાંચો..હીલિંગ પાવર કુદરતમાં જ છે, હવે તો નવા સંશોધનમાં સાબિત પણ થયું!

Back to top button