સિક્રેટીવ ચાઇનીઝ નેટવર્ક દ્વારા અમેરિકામાં કાઢી મુકેલા કર્મચારીઓને આકર્ષવાનો પ્રયાસ

ન્યુયોર્ક, 26 માર્ચઃ સિક્રેટીવ ચાઇનીઝ ટેક કેંપની દ્વારા સંચાલિત એક કંપનીઓના નેટવર્ક દ્વારા તાજેતરમાં જ અમેરિકન સરકારમાંથી કાઢી મુકવામાં આવેલા કર્મચારીઓને ભરતી કરાઇ રહી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ડીફેન્સ ઓફ ડેમોક્રેસીઝ માટેના વોશિગ્ટોન સ્થિત એક ફાઉન્ડેશન પર ઉભરી રહેલા સંકટો વિશે મેક્સ લેસર નામના એક એનાલિસ્ટે જણાવ્યુ હતુ કે કેટલીક કંપનીઓ દ્વારા મુકવામાં આવી રહેલી જાહેરખબરો બનાવટી કન્સલ્ટીંગ અને ભરતી કરનારી કંપનીઓની છે જે અમેરિકાના ભૂતપૂર્વ કર્મચારીઓને અને AI રિસર્ચર્સને ટાર્ગેટ કરી રહ્યા છે.
ચાર કન્સલ્ટન્સીઓ અને રિક્રુટમેન્ટ કંપનીઓ પર જાહેરમાં ઉપલબ્ધ થોડી માહિતી દર્શાવે છે તેઓ આ નેટવર્કનો ભાગ હોઇ શકે છે, જ્યારે કેટલાક કિસ્સાઓમાં ઓવરેલેપીગં વેબસાઇટ્સ શેર કરવામાં આવી છે, જેમણે સમાન સર્વર પર હોસ્ટીંગ કર્યુ હતુ અથવા તો અન્ય ડિજીટલ લિંક્સ ધરાવતા હતા અને રોઇટરનો અહેવાલ અને લેસર્સનું સંશોધન બતાવે છે.
ચાર કંપનીઓની વેબસાઇટ્સ સમાન આઇપી એડ્રેસ પર હોસ્ટ થયેલી છે તેની સાથે ઇન્ટરનેટ સર્વિસ કંપની સ્મિયાઓ ઇન્ટેલિજન્સની વેબસાઇટ આ અહેવાલ કરતી વખતે જોવા મળી ન હતી. રોઇટર્સ સ્મિયાઓ ઇન્ટેલિજન્સ અને ચાર કંપનીઓ વચ્ચેનો શું સંબંધ તે નક્કી કરી શક્યુ ન હતું.
ચાર કંપનીઓ અને સ્મિયાઓ ઇન્ટેલિજન્સનો ટ્રેક ડાઉન કરવા માટે સમાચાર એજન્સીના પ્રયાસો અસંખ્ય ડેડ-એન્ડ્સમાં આવ્યા હતા જેમાં અનુત્તરિત ફોન કોલ્સ, ફોન નંબર જે હવે કામ કરતા નથી, નકલી સરનામાં, ખાલી ફીલ્ડ તરફ દોરી જતા સરનામાઓ, અનુત્તરિત ઇમેઇલ્સ અને લિંક્ડઇન પરથી કાઢી નાખવામાં આવેલી નોકરીના લિસ્ટીંગ્સનો સમાવેશ થાય છે.
લેસર, જેમણે નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો અને પ્રકાશન પહેલા રોઇટર્સ સાથે તેમના સંશોધનને શેર કરતા જણાવ્યું હતું કે ઝુંબેશ અગાઉની ચાઇનીઝ ગુપ્તચર કામગીરી દ્વારા ઉપયોગમાં લેવાતી “સુસ્થાપિત” ટેકનિકને અનુસરે છે. એટલે કે નેટવર્ક તાજેતરના સામૂહિક છટણીથી પ્રભાવિત ભૂતપૂર્વ ફેડરલ કામદારોની નાણાકીય નબળાઈઓનો ઉપયોગ કરવા માંગે છે.”
જોકે આ કંપનીઓ ચાઇનીઝ સરકાર કે પૂર્વ ફેડરલ કર્મચારી સાથે સંકળાયેલ છે કે કેમ તેની પુષ્ઠિ થઇ શકી નથી. નોંધનીય છે કે એકવાર નેટવર્ક દ્વારા નોકરીએ રાખ્યા બાદ ફેડરલ કર્મચારીઓને સરકારી કામગીરી વિશે વધુને વધુ સંવેદનશીલ માહિતી શેર કરવા અથવા વધારાના લોકોની ભલામણ કરવા માટે કહેવામાં આવી શકે છે કે જેઓ ઈચ્છુક અથવા અનિચ્છનીય સહભાગિતા માટે ટાર્ગેટ થઈ શકે છે, એમ એનાલિસ્ટો જણાવે છે.
વોશિંગ્ટનમાં ચીની દૂતાવાસના પ્રવક્તાએ રોઇટર્સને એક ઇમેઇલમાં જણાવ્યું હતું કે ચાઇના આ અભિયાનમાં કથિત રૂપે સામેલ કોઈપણ એન્ટિટીથી અજાણ છે અને બિજિંગ ડેટાની ગોપનીયતા અને સુરક્ષાનો આદર કરે છે.
આ પણ વાંચોઃ હવે ઇવી બેટરી અને મોબાઇલ ફોન બનાવવા જરૂરી ચીજો પર આયાત જકાત નહી ભરવી પડે