ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મિત્રોએ મળીને 9માં ધોરણમાં ભણતા બાળકનું અપહરણ કર્યું, ખંડણીમાં માગ્યા 10 લાખ રુપિયા, પૈસા ન મળતા હત્યા કરી નાખી

Text To Speech

નવી દિલ્હી, 26 માર્ચ 2025: દિલ્હીના વઝીરાબાદમાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. હકીકતમાં જોઈએ તો, અહીં દોસ્તોએ મળીને 9માં ધોરણમાં ભણતા બાળકનું અપહરણ કરી લીધું અને તેની હત્યા કરી નાખી. અહીં ઉલ્લેખનિય છે કે, બાળકને અપહરણ કર્યા બાદ કિડનેપરે પરિવારને ફોન કરી 10 લાખ રુપિયાની ખંડણી માગી હતી. જો કે હવે ભલસ્વા તળાવ નજીક સુનસાન વિસ્તારમાં હત્યા કરી કિડનેપરે બાળકની લાશ ફેંકી દીધી. મૃતક બાળકના શરીર પર ચાકૂના નિશાન મળ્યા છે. દિલ્હી પોલીસે આ મામલે ત્રણ બાળકોને પકડી લીધા છે. જેમની સાથે પૂછપરછ ચાલી રહી છે.

શું છે આખો મામલો?

મળતી માહિતી મુજબ, મૃતકની ઓળખ 15 વર્ષીય વૈભવ તરીકે થઈ છે, જે મિલ વિહાર વિસ્તારમાં તેના પરિવાર સાથે રહેતો હતો. વૈભવના પિતા વિકાસ ગર્ગ વ્યવસાયે ડ્રાઇવર છે. તેમણે જણાવ્યું કે તેમનો દીકરો મુખર્જી નગર સ્થિત શાળામાં 9મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. રવિવારે વૈભવ રમવા માટે બહાર ગયો હતો પણ જ્યારે તે પાછો ન આવ્યો ત્યારે વૈભવના પિતાએ પોલીસને જાણ કરી. આ દરમિયાન, વિકાસને વૈભવના મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો અને ફોન કરનારે વૈભવના પિતા વિકાસ પાસેથી 10 લાખ રૂપિયાની ખંડણી માંગી.

પોલીસે ધરપકડ કરી

આ પછી પરિવારે પોલીસને આ ફોન કોલ વિશે જાણ કરી. તપાસ બાદ, પોલીસે શંકાસ્પદ તરીકે ત્રણ સગીરોની પૂછપરછ કરી, જેમણે વૈભવની હત્યાની કબૂલાત કરી. મળતી માહિતી મુજબ, આ ઘટનામાં સામેલ ત્રણેય આરોપીઓ વૈભવના ઘરની નજીક રહેતા હતા. રવિવારે, ત્રણેય છોકરાઓ વૈભવને ભાલસ્વા ડેરી તળાવ પાસેના જંગલમાં લઈ ગયા. અહીં તેઓએ વૈભવનું ગળું કાપી નાખ્યું અને તેનો મૃતદેહ ત્યાં ફેંકી દીધો અને ભાગી ગયા.

આ ઘટના બાદ, પોલીસ ટીમે સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા અને સર્વેલન્સની મદદ લીધી. આ પછી, પોલીસે ત્રણેય છોકરાઓને શંકાસ્પદ માન્યા અને તેમની પૂછપરછ કરી, ત્યારબાદ ત્રણેય આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કર્યો.

આ પણ વાંચો: હરિયાણામા ગુજરાત પોલીસને અકસ્માત નડ્યો, ત્રણ કર્મચારીના સ્થળ પર મૃત્યુ થયા

Back to top button