હવે ઇવી બેટરી અને મોબાઇલ ફોન બનાવવા જરૂરી ચીજો પર આયાત જકાત નહી ભરવી પડે


નવી દિલ્હી, 26 માર્ચઃ હવે ઇવી બેટરી અને મોબાઇલ ફોનના ઉત્પાદકો માટે સારા સમાચાર આવ્યા છે. અમેરિકા દ્વારા લાદવામાં આવનારા રેસિપ્રોકલ ટેરિફની સંભવિત અસર સામે સ્થાનિક ઉત્પાદકો ટકી શકે તે માટે ઇલેક્ટ્રિક વ્હિકલ અને મોબાઇલ ફોન્સનું ઉત્પાદન કરવા માટે જરૂરી માલ પર હવે આયાત જકાત ભરવી પડશે નહી એમ કેન્દ્ર સરકારે જણાવ્યુ છે. “અમે ઘરેલુ ઉત્પાદનમાં વધારો કરવા અને નિકાસ સ્પર્ધાત્મકતામાં કાચા માલ પર જકાત ઘટાડવા માંગીએ છીએ ” એમ કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલી સિતારમણે સંસદમાં નાણાં ખરડો 2025ને પસાર કરવા માટેના વોટીંગ પૂર્વે જણાવ્યુ હતુ.
ભારત ઇવી બેટરી બનાવવા માટે વપરાતી 35 આિટમો અને મોબાઇલ ફોનમાં ઉત્પાદન વપરાતી 28 આઇટમોની આયાત જકાતમાંથી મુક્તિ આપીએ છીએ. ભારત 2જી એપ્રિલથી લાગુ થનારા અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને અસરને ખાળવાની તૈયારી કરી રહ્યુ છે. બન્ને દેશો હાલમાં ટેરિફ સમસ્યાઓને ઉકેલવા માટે અને દ્વિપક્ષીય વેપાર સંધિ માટે પ્રયત્નો કરી રહ્યા છે. નોંધનીય છે કે આજથી અમેરિકન વ્યાપાર પ્રતિનિધિ મંડળ ભારતના ચાર દિવસીય મુલાકાતે આવ્યુ છે.
નોંધનીય છે કે ભારત બન્ને દેશો વચ્ચે જે વાટાઘાટ ચાલી રહી છે તેમાં પ્રથન તબક્કામાં 23 અબજ ડોલરની અમેરિકન આયાતમાંથી અર્ધા પર ટેરિફમાંથી કાપ મુકવા વિચારી રહ્યુ હતું. પાછલા સપ્તાહે ભારતીય સંસદીય કમિટીએ સરકારને સ્થાનિક ઉત્પાદકોને સહાય કરવા માટે કાચા માલ પર આયાત પરની ટેરિફમાં ઘટાડો કરવાનું સુચન કર્યુ હતું.
આ પણ વાંચોઃ ભારતીય કંપનીઓએ ડિમર્જર મારફતે મૂલ્ય અનલોક કર્યુ