IPL 2025: શ્રેયસના શાનદાર 97 રન, પંજાબે ગુજરાતને આપ્યો 244 રનનો ટાર્ગેટ


અમદાવાદ, તા. 25 માર્ચ, 2025: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025નો પાંચમો મુકાબલો આજે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને પંજાબ કિંગ્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પંજાબે કેપ્ટન શ્રેયસ અય્યરના શાનદાર અણનમ 97 રનની મદદદથી 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 243 રન બનાવ્યા હતા. પ્રિયાંશ આર્યએ 47 રન બનાવ્યા હતા. શશાંક સિંહે 16 બોલમાં અણનમ 44 રન બનાવ્યા હતા. કોલકાતાએ પ્રથમ ઓવરથી જ આક્રમક બેટિંગ કરી હતી.
મેક્સવેલે બનાવ્યો ગોલ્ડન ડકનો રેકોર્ડ
પંજાબની ઈનિંગ દરમિયાન ગ્લેન મેક્સવેલ ગોલ્ડન ડક (0 રન) પર આઉટ થયો હતો. જેની સાથે તે આઈપીએલમાં સૌથી વધુ શૂન્ય રને આઉટ થનારો ખેલાડી બની ગયો હતો. તેણે ભારતના રોહિત શર્માને પાછળ રાખ્યો હતો. મેક્સવેલ આઈપીએલમાં 19મી વખત શૂન્ય પર આઉટ થયો હતો.
આઈપીએલમાં સૌથી વધુ શૂન્ય પર આઉટ થનારા ખેલાડી
- ગ્લેન મેક્સવેલઃ 19
- રોહિત શર્માઃ 18
- દિનેશ કાર્તિકઃ 18
- પીયુષ ચાવલાઃ 16
- સુનીલ નરેનઃ 16
ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સાઇ સુદર્શન, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રવિશ્રીનિવાસન સાઇ કિશોર, અરશદ ખાન, રાશિદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા
પંજાબ કિંગ્સઃ પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર (કેપ્ટન), શશાંક સિંઘ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, સૂર્યાંશ શેડગે, અઝમતુલ્લા ઓમરઝાઈ, માર્કો જાનસેન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ
આ પણ વાંચોઃ IPL: મેક્સવેલે બનાવ્યો શરમજનક રેકોર્ડ, રોહિત શર્માને રાખ્યો પાછળ