દેશભક્તિના રંગમાં રંગાયા મહાદેવ, ભાદ્રોડના ભદ્રેશ્વર મહાદેવને કરાયો ત્રિરંગાનો શણગાર
ભારતની આઝાદીના આ વર્ષે 15મી ઓગસ્ટના રોજ 75 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આજે દેશભરમાં આ સ્વાતંત્ર્ય દિવસની ધામધૂમ પૂર્વકની ઉજવણી કરવામાં આવી રહી છે. એકબાજુ આ આઝાદીનું પર્વ છે અને બીજી તરફ ભગવાન ભોળાનાથનો પવિત્ર મહિનો શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો શિવમંદિરોમાં શિવભક્તિ ચાલી રહી છે. એક બાજુ દેશભક્તિ અને બીજી બાજુ શિવભક્તિથી આજે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભાવનગર જિલ્લાના ભાદ્રોડ ગામે આવેલા ભદ્રેશ્વર મંદિરમાં પણ આજે આ સ્વાતંત્ર્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે.
ભાદ્રોડ ગામે આવેલા ભદ્રેશ્વર મહાદેવની સ્થાપના ખુદ ભગવાન શ્રી કૃષ્ણના હાથે કરવામાં આવી છે. આઝાદીના ખાસ પર્વ પર આ ભદ્રેશ્વર મંદિરમાં ભોળાનાથને ત્રિરંગાનો શણગાર કરીને ખાસ મહાપુજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભુદેવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે શ્રાવણ માસનો સોમવાર હોય અને સાથે આઝાદી દિવસ હોય ત્યારે ભગવાન ભોળાનાથનું ભદ્રેશ્વર મંદિર ‘હર હર મહાદેવ’ અને ‘વંદે માતરમ’ની સાથે ‘ભારત માતા કી જય’ના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું.
શ્રાવણ માસના સોમવાર નિમિત્તે આજે મોટી સંખ્યામાં જનમેદની શિવમંદિરે ઉમટી પડી હતી. તો સાથે સાથે નાના બાળકોથી લઈને તમામ લોકોમાં આજે નવો ઉત્સાહ અને ચેતના સાથે દેશભક્તિનો રંગ જોવા મળ્યો હતો. તો ભાદ્રોડ ગામમાં તમામ લોકો હર ઘર તિરંગા ઘર ઘર તિરગા મહોત્સવ અંતર્ગત સમગ્ર ગામમાં લોકોએ ઘરે ઘરે તિરંગા લગાવી અને આ અમૃત મહોત્સવની ઉજવણી કરી હતી. તો સાથે સાથે ભાદ્રોડ ગામની સરકારી શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં પણ આઝાદી પર્વની ધામધૂમ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી આ સ્વાસંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી.
Bhadreshwar mahadev pic.twitter.com/tPQ8ypIWE1
— Fan_Of_Shiva_mahadev joshi paras (@FanOfShivamaha1) August 15, 2022
ભદ્રેશ્વર મહાદેવનો ઈતિહાસ
મહુવા તાલુકાનું ભાદ્રોડ ગામ ભાદ્રોડી નદી પર આવેલ છે . આ ગામ અને તેમાં આવેલ પ્રાચીન મહાદેવના મંદિર પરથી આ ગામનું નામ ભાદ્રોડ પડ્યું હતું. મહુવા શહેરનું પ્રાચીન નામ મધુમાવતી હતું. મહુવાથી પાંચ કિ.મી. ભાવનગર તરફ આવેલ આજના ભાદ્રોડ ગામને ભોજકટ ગામ તરીકે ઓળખવામાં આવતું હતું . ભાદ્રોડી નદીને ભદ્રશીલા નદી કહેવાતી હતી . ભગવાન શ્રીકૃષ્ણએ આજના કતપર અને પ્રાચીન સમયના કુંદનપુરમાં રાજા ભીમકની પુત્રી રૂક્ષ્મણીજીનું હરણ કર્યુ હતું. જેથી તેના ભાઈએ પ્રતિજ્ઞા કરી કે રૂક્ષ્મણીજીને પરત લાવ્યા વિના નગરમાં પ્રવેશ કરીશ નહીં . ભગવાન શ્રીકૃષ્ણ અને બળભદ્રજીને સેના સાથે ભોજકટ નગર એટલે કે , આજના ભાદ્રોડ ગામે ભયંકર યુધ્ધ કર્યુ હતુ . જેમાં ભગવાન શ્રીકૃષ્ણના ભાઈ અને શેષનાગ અવતાર બળભદ્ર ભારે કોપાયમાન થતા રૂકમૈયાની તમામ સેનાનો નાશ થયો હતો.રૂકમયાની અડધી મૂછ અન દાઢી ભદ્ર કાપી છતા પણ બળભદ્રનો ગુસ્સો શાંત થતો નહતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ શાંતિના દેવ ભગવાન આશુતોષની રેતીના બાણની ( રેતીની શિવલિંગ) બનાવી સ્થાપના કરી હતી. જેનું નામ ભદ્રેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું હતું અને મહાદેવના વિધિવત પૂજન અર્ચન કર્યા બાદ શ્રી કૃષ્ણ દ્વારકા તરફ ગયા હોવાનો ઈતિહાસ છે.
View this post on Instagram