ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

કાલે ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે

Text To Speech
  • નાગરિકોની રજૂઆતો-ફરિયાદોનું નિવારણ કરાશે
  • અરજદારો, રજૂઆતકર્તાઓ પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે

ગાંધીનગર, 26 માર્ચ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો,  પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવાર, તા. ૨૭મી માર્ચે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુરૂવારે ૨૭મી માર્ચે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે. સામાન્ય નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવાર, તા. ૨૭મી માર્ચે, સવારે ૯-૩૦ થી ૧૨-૦૦ સુધીમાં મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ રાજ્ય સ્વાગત અન્વયે મુખ્યમંત્રી કાર્યાલય જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે.

આ પણ વાંચો :- 1 એપ્રિલથી UPIમાં થશે મોટો ફેરફાર! NPCIએ નવી માર્ગદર્શિકા જારી કરી

Back to top button