ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કર્ણાટકમાં મુસ્લિમ અનામત મુદ્દે સંસદમાં હોબાળો, રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરી

Text To Speech

નવી દિલ્હી, 24 માર્ચ 2025: કર્ણાટકમાં મુસ્લિમ અનામત મુદ્દે સંસદમાં હોબાળો થયો હતો જેને પગલે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી રાજ્યસભામાં સોમવારે ભારે હોબાળો જોવા મળ્યો હતો, જ્યારે કેન્દ્રીય મંત્રી અને સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના મુસ્લિમ અનામતને લઈને આપેલા નિવેદનનો મુદ્દો ઉઠાવ્યો. હોબાળા બાદ રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2.00 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. રિજિજૂએ કહ્યું કે, ડીકે શિવકુમારે સંવિધાનમાં ફેરફારની વાત કરી છે, જે સંવિધાનની જોગવાઓ વિરુદ્ધમાં છે.

રાજ્યસભામાં નેતા સદન જેપી નડ્ડાએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી જે સંવિધાનની રક્ષક બનીને ફરે છે. બાબા સાહેબે સ્પષ્ટ કહ્યું કે, ધર્મના આધાર પર અનામત ન આપી શકાય. પણ કોંગ્રેસની સરકાર સાઉથમાં મુસ્લિમ ધર્મ માટે કોન્ટ્રાક્ટમાં ચાર ટકા અનામત આપવાની જોગવાઈ કરી છે.

જેપી નડ્ડાએ આ ઓથેંટિક કર્યું અને કહ્યું કે, કર્ણાટકના ડેપ્યુટી સીએમે ત્યાંના સદનમાં કહ્યું કે જરુર પડશે તો અમે સંવિધાન બદલીશું અને આ લોકો સંવિધાનના મોટા રક્ષક બને છે. ત્યાં સંવિધાનના ધજાગરા ઉડાડવાનું કામ કર્યું છે. વિપક્ષના નેતાએ તેનો જવાબ આપવો જોઈએ.

આનો જવાબ આપતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે બાબા સાહેબે દેશનું બંધારણ બનાવ્યું હતું. તેને કોઈ બદલી શકતું નથી. આના રક્ષણ માટે, અમે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રાનું આયોજન કર્યું છે. કોણે કહ્યું કે અમે બંધારણ બદલવાના છીએ? આ અંગે કિરેન રિજિજુએ કહ્યું કે બાબા સાહેબ દ્વારા નકારી કાઢવામાં આવેલી મુસ્લિમ લીગની નીતિને લાગુ કરીને કોંગ્રેસ પાર્ટીએ બાબા સાહેબની પ્રતિષ્ઠાને કલંકિત કરી છે. કિરેન રિજિજુએ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી દ્વારા ગૃહમાં આપેલા નિવેદનને પણ વાંચી સંભળાવ્યું અને કોંગ્રેસ અધ્યક્ષને કાર્યવાહી કરવા પડકાર ફેંક્યો.

આ પણ વાંચો: એકનાથ શિંદે વિરુદ્ધ ટિપ્પણી કરીને કુણાલ કામરા બરાબરના ફસાયા, માનહાનિ સહિત આ ધારાઓમાં FIR નોંધાઈ

Back to top button