15 ઓગસ્ટમધ્ય ગુજરાત
અમદાવાદના સ્ટેલિયન હોર્સ રાઇડીંગ સ્કુલે કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી
આજે સ્વાતંત્ર્ય દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે . 75માં સ્વતંત્રતા દિવસના અવસરે સ્ટેલિયન હોર્સ રાઇડિંગ સ્કૂલ અમદાવાદ તરફથી સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ઘોડેસવારીનું આયોજન કર્યું હતું. જેમાં હોર્સ રાઇડીંગ સ્કુલના સભ્યો જોડાયા હતા અને દેશપ્રેમને ઉજાગર કર્યો હતો.
સ્ટેલિયન હોર્સ રાઇડિંગ સ્કૂલના માલિક રવિકાંત પરમારે કહ્યું કે અમે અમદાવાદના બોપલ આંબલી રોડ પર ઘોડેસવારીની સ્કુલ ચલાવી રહ્યા છીએ અને આજે દેશ માટે ખાસ દિવસ પર આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે તેની આજે ઉજવણી કરી હતી.
આ ઉપરાંત તેમણે કહ્યું કે અમે દરેક તહેવાર ઉજવીએ છીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાનને ટેકો આપીને અમે આજે તિરંગા યાત્રા યોજી હતી.
આ પણ વાંચો : અમદાવાદના સૌથી જૂના અને જાણીતા કલબ કર્ણાવતીમાં આઝાદીના અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી