CSK vs MI: નૂર અહેમદ સામે નત મસ્તક થયું મુંબઈ, ચેન્નઈને જીતવા 156 રનનો ટાર્ગેટ


ચેન્નઈ, તા. 23 માર્ચ, 2025: IPL 2025નો ત્રીજો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહ્યો છે. ચેન્નઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહેલા મુકાબલામાં ઋતુરાજ ગાયકવાડના નેતૃત્વ હેઠલની ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ફેંસલો કર્યો હતો. હાર્દિકની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ કરી રહ્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ બેટિંગ કરતાં 9 વિકેટના નુકસાન પર 155 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 25 બોલમાં 31 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે 29, નમન ધીરે 17 રન બનાવ્યા હતા. ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી નુર અહેમદે 4 ઓવરમાં 18 રન આપી 4 વિકેટ લીધી હતી. ખલીલ અહેમદે 29 રનમાં 3 વિકેટ ઝડપી હતી.
Innings Break!
A 🔝 bowling and fielding performance helps #CSK restrict #MI to 1️⃣5️⃣5️⃣ / 9️⃣
2️⃣ points loading for? ⏳🤔
Updates ▶ https://t.co/QlMj4G7kV0#TATAIPL | #CSKvMI | @ChennaiIPL | @mipaltan pic.twitter.com/uUprYxu2gM
— IndianPremierLeague (@IPL) March 23, 2025
સીએસકેના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે કહ્યું કે તેમની પ્લેઇંગ 11 માં ચાર વિદેશી ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં નૂર અહેમદ, નાથન એલિસ, રચિન રવિન્દ્ર અને સેમ કુરનનો સમાવેશ થાય છે. મુંબઈએ વિદેશી ખેલાડીઓ તરીકે રાયન રિકેલ્ટન, વિલ જેક્સ, મિશેલ સેન્ટનર અને ટ્રેન્ટ બોલ્ટને ટીમમાં સામેલ કર્યા છે.
બંને ટીમોની પ્લેઇંગ 11 નીચે મુજબ છે
ચેન્નાઈ સુપર કિંગ્સ: ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, દીપક હુડા, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, સેમ કુરન, એમએસ ધોની (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, નૂર અહેમદ, નાથન એલિસ, ખલીલ અહેમદ.
મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા, રેયાન રિકલ્ટન (વિકટકિપર), વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, નમન ધીર, રોબિન મિન્ઝ, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, સત્યનારાયણ રાજુ
𝙁𝙖𝙨𝙩. 𝙁𝙖𝙨𝙩𝙚𝙧. 𝙈𝙎 𝘿𝙝𝙤𝙣𝙞 🫡
📹 Watch #CSK legend’s jaw-dropping reflexes behind the stumps 🔥
Updates ▶ https://t.co/QlMj4G7kV0#TATAIPL | #CSKvMI | @ChennaiIPL | @msdhoni pic.twitter.com/S26cUYzRd8
— IndianPremierLeague (@IPL) March 23, 2025
આ પણ વાંચોઃ ઈશાન કિશને આઈપીએલ 2025ની ફટકારી પ્રથમ સદી. રાજસ્થાનના બોલરોની નિર્દયતાથી કરી ધોલાઈ