ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચાલતી બસે ડ્રાઈવરને મોબાઈલમાં મેચ જોવી મોંઘી પડી, વાહન વ્યવહાર મંત્રીએ સસ્પેન્ડ કર્યો

Text To Speech

મુંબઈ, 23 માર્ચ : મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) એ રવિવારે એક બસ ડ્રાઈવરને નોકરીમાંથી કાઢી મૂક્યો જેણે ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલ ફોન પર ક્રિકેટ મેચ જોઈ હતી. એક અધિકારીએ જણાવ્યું કે, એક મુસાફરે તેમને ડ્રાઈવરનો વીડિયો મોકલ્યા બાદ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ રાજ્યના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકની સૂચના પર કાર્યવાહી કરી હતી.

તેમણે જણાવ્યું કે આ ઘટના 22 માર્ચે મુંબઈ-પુણે રૂટ પર ઈ-શિવનેરી બસમાં બની હતી. બસમાં સવાર એક મુસાફરે પોતાના મોબાઈલ ફોન પર ક્રિકેટ મેચ જોઈ રહેલા ડ્રાઈવરનો વીડિયો રેકોર્ડ કર્યો અને ક્લિપ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરને મોકલી હતી. પેસેન્જરે સોશિયલ મીડિયા પર વિડિયો પણ પોસ્ટ કર્યો અને મંત્રીઓ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ટેગ કર્યા હતા.

સરનાઈકે તરત જ MSRTCના વરિષ્ઠ અધિકારીઓને કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ, સ્થાનિક સત્તાવાળાઓએ મુસાફરોની સલામતીને જોખમમાં મૂકવા બદલ ખાનગી બસ ઓપરેટર દ્વારા નિયુક્ત ડ્રાઇવરને બરતરફ કર્યો હતા. તેમજ સેવા માટે જવાબદાર ખાનગી કંપનીને રૂ.5,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકનો કડક સંદેશ

રાજ્યના વાહનવ્યવહાર મંત્રી પ્રતાપ સરનાઈકે કહ્યું કે, ‘ઈ-શિવનેરી મુંબઈ-પુણે રૂટ પરની મુખ્ય સેવા છે. આ બસમાં અનેક લોકો મુસાફરી કરે છે. આ સેવા અકસ્માત-મુક્ત હોવાનું જાણવા મળે છે. જે વાહન ચાલકો બેદરકારીથી વાહન ચલાવે છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. તેઓ મુસાફરોના જીવ જોખમમાં મૂકે છે.

દરમિયાન રવિવારે જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં શ્રીનગર-સોનમાર્ગ રોડ પર બસ અને ટેક્સીની ટક્કર થઈ હતી. આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે અને 17 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માત ગુંડ વિસ્તારમાં થયો હતો અને બંને વાહનોને ભારે નુકસાન થયું હતું. ઘાયલોની સારવાર ચાલુ છે. મૃતકોની ઓળખ લેસિયા આશિષ, નિક્કી આશિષ અને હેતલ આશિષ તરીકે થઈ છે. આ તમામ મહારાષ્ટ્રના રહેવાસી છે.

આ પણ વાંચો :- જમ્મુ-કાશ્મીર : પાકિસ્તાન બોર્ડર પાસે શંકાસ્પદ ગતિવિધિઓ, આતંકીઓ છુપાયાની શંકા

Back to top button