મુંબઈ : ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ફરી એકવાર ધમકીભર્યા કોલ આવ્યો હતો. મુકેશ અંબાણી અને તેમના પરિવારને ધમકી આપનારને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે બોરીવલી થી એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિ પોતાને દહિસરનો રહેવાસી બતાવી રહ્યો છે. આ અંગે માહિતી સામે આવી છે કે કોલ કરનાર વ્યક્તિ માનસિક રોગી છે.
મુંબઈ ના MHB colony કોલોનીથી કરાઈ ધરપકડ
આજે મુકેશ અંબાણી ને ધમકીભર્યા 8 જેટલા કોલ આવ્યા હતા. જેથી હોસ્પિટલ ઓથોરિટીઝે મુંબઈના DB માર્ગ પોલિસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.મુંબઈ પોલીસના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે ધમકીભર્યા કોલ બાદ મુંબઈ પોલીસે એન્ટિલિયાની બહાર પોલીસ સુરક્ષા વધારી હતી. આ ઉપરાંત પ્રાઈવેટ સિક્યુરિટી વ્યવસ્થા પણ વધુ ચુસ્ત બનાવી દેવામાં આવી છે.
મુકેશ અંબાણીને ધમકીભર્યો ફોન બાદ મુંબઈ પોલીસ એલર્ટ
આ પહેલા પણ મુકેશ અંબાણીના ઘર બહાર વિસ્ફોટકો મળ્યા હતા. જે ગત વર્ષે 25 ફેબ્રુઆરીના દિવસે એન્ટિલિયા બહાર એક સ્કોર્પિયો કાર મળી આવી હતી. જેમાં 20 જેટલી જિલેટિન સ્ટિક સાથે વિસ્ફોટકો મળી આવ્યા હતા. આ વિસ્ફોટકો સાથે કારમાંથી એક પત્ર પણ મળ્યો હતો અને તેમાં અંબાણી પરિવારને ઉડાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી.
આ કિસ્સામાં વિસ્ફોટકો પ્લાન્ટ કરનાર કોઈ અરાજક તત્વો નહીં પણ ખુદ મુંબઈ પોલીસના જ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સચિન વાઝે નામના એક ઉચ્ચ અધિકારી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. અને આ મામલે બીજા પણ અનેક પાસાઓ સામે આવ્યા હતા. જેમાં મહારાષ્ટ્રના તત્કાલીન ગૃહમંત્રી અનિલ દેશમુખે પોતાની ખુરશી ખોવાનો વારો આવ્યો હતો. આ કેસના તમામ પાસાઓની તપાસ NIA કરી રહી છે. ત્યારે ફરી એકવાર ધમકીભર્યા ફોનથી તપાસ એજન્સીઓ સતર્ક બની ગઈ છે.