15 ઓગસ્ટઉત્તર ગુજરાત

ડીસા એન્જલ્સ સ્કૂલમાં ધ્વજવંદન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

Text To Speech

પાલનપુર: ડીસા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી એન્જલ્સ સ્કૂલમાં 15 મી ઓગસ્ટ ના સ્વાતંત્ર પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે શાળાના મેદાનમાં સ્કૂલના આચાર્યા શ્રીમતિ ઉપાસનાબેન સત્યમભાઈ સોનેજીના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

એન્જલ્સ સ્કૂલ- humdekhengenews એન્જલ્સ સ્કૂલ- humdekhengenews એન્જલ્સ સ્કૂલ- humdekhengenews એન્જલ્સ સ્કૂલ- humdekhengenews

જેમાં વિવિધતામાં એકતા, ફ્યુઝન થીમ ડાન્સ, ગુજરાતી અને રાજસ્થાની ગરબા, મરાઠી તેમજ આસામના સાંસ્કૃતિક ડાન્સ વગેરે પણ શાળાના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓએ રજૂ કર્યા હતા. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ તેમજ આમંત્રિત મહેમાનો સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આઝાદી કા અમૃત મહોત્સવની પરસ્પર શુભકામનાઓ પાઠવી હતી.

Back to top button