ધર્મ

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં આ વસ્તુઓ રાખવાથી થઇ શકે છે નુકસાન

Text To Speech

તમારા ઘરની પ્રગતિ પર વસ્તુઓની ઊંડી અસર પડે છે. ઘણીવાર તમારા જીવનમાં સમસ્યાઓનું કોઈ ચોક્કસ કારણ હોતું નથી, પરંતુ જેની અસર ઘરની આવક પર પણ પડે છે. વાસ્તુ અનુસાર જો વસ્તુઓને યોગ્ય રીતે રાખવામાં આવે તો તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. બીજી તરફ કેટલીક વસ્તુઓ તમને ગરીબ બનાવી શકે છે. જો આવી વસ્તુ વિશે તમા જાણો છે તો તમારે તેને તાત્કાલિક ઘરની બહાર ફેંકી દેવા જોઈએ. તો ચાલો હવે જાણીએ…

યુદ્ધના ફોટા – મહાભારત કે રામાયણની જેમ ઘરમાં યુદ્ધનું ચિત્ર ન રાખવું જોઈએ. આ તમારા પરિવારમાં દુશ્મનાવટની લાગણી પેદા કરી શકે છે.

નટરાજનું ચિત્ર – ઘણા લોકો ઘરમાં નટરાજની તસવીર લગાવે છે. પ્રાચીન માન્યતાઓ અનુસાર, ભગવાન શિવ ગુસ્સામાં નૃત્ય કરતા હતા. આ મૂર્તિ કે ચિત્રથી ઘરમાં ક્રોધની સ્થિતિમાં પ્રગટ થાય છે. મતલબ કે ઘરમાં નટરાજની મૂર્તિ રાખવાથી ઝઘડા થાય છે. તેથી આ મૂર્તિને ઘરમાં ક્યારેય ન રાખવી જોઈએ.

કાંટાદાર છોડ – ઘરમાં ક્યારેય કાંટાદાર છોડ ન લગાવવો જોઈએ. તેને ઘરમાં રાખવું અશુભ માનવામાં આવે છે. તેને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન થાય છે.

તાજ મહલ –  તાજમહેલની તસવીર ઘરમાં ક્યારેય ન રાખવી જોઈએ. વાસ્તુ અનુસાર આ તસવીર ઘરમાં ન લગાવવી જોઈએ, કારણ કે તાજમહેલએ એક મકબરો કે કબર છે તેવું  માનવામાં આવે છે. તે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરી શકે છે.

સૂર્યાસ્તની છબી – અસ્ત થતા સૂર્યની તસવીર ઘરમાં ક્યારેય ન રાખવી જોઈએ. ઘરેમાં આ તસવીર રાખવાથી તમારા કામમાં અડચણ આવી શકે છે. ઘરમાં ક્યારેય આથમતા સૂર્યની તસવીર ન લગાવો. તેના બદલે તમે ઉગતા સૂર્યનું ચિત્રિત રાખી શકો છો.

Back to top button