આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસયુટિલીટી

શું ડોનાલ્ડ ટ્રંપના રેસિપ્રોકલ ટેરિફથી મોંઘા થશે iPhone!

નવી દિલ્હી, 22 માર્ચઃ અમેરિકાની 2 એપ્રિલ 2025થી લાગુ થઇ રહેલી નવી રેસિપ્રોકલ પોલિસી iPhoneની કિંમત પર મોટી અસર ઉપજાવી શકે છે. ટ્રંપના અનુસાર આનો હેતુ એવા દેશો પર ટેરિફ લગાવવાનો છે, જે અમેરિકી ઉત્પાદન પર કર લગાવે છે, ભારતનો પણ આવા દેશોમાં સમાવેશ થાય છે, કેમ કે તે લાંબા સમયથી ઇલેક્ટ્રોનીક્સ અને ઓટોમોબાઇલ જેવી ચીજો પર આયાત જકાત લાદી રહ્યુ છે.

મેડ ઇન ઇન્ડિયા iPhone પર પડશે અસર

એપલે ભારતમાં તેની મેન્યુફેક્ચરિંગ કામગીરીનો ઝડપથી વિસ્તાર કર્યો છે. ભારતમાં iPhone એસેમ્બલ કરતી કંપનીઓ ફોક્સકોન, પેગાટ્રોન અને ટાટા ગ્રુપ છે. iPhone 16 પ્રો અને 16 પ્રો મેક્સ જેવા મોડેલનું અહીં એસેમ્બલ કરવામાં આવે છે, જેની સ્થાનિક બજારની સાથે  પણ નિકાસ કરવામાં આવે છે.

અત્યાર સુધી ભારતમાં બનેલા iPhone અમેરિકામાં ડ્યૂટી-ફ્રી જાય છે, જે એપલને ખર્ચમાં ફાયદો આપે છે. પરંતુ અમેરિકાની નવી નીતિ હેઠળ ભારતીય ઈલેક્ટ્રોનિક્સ પર 16.5 ટકા ટેરિફ લાદવામાં આવી શકે છે, જે અમેરિકન ઈલેક્ટ્રોનિક્સ પર ભારત દ્વારા લાદવામાં આવેલા કરની બરાબર હશે.

જો આવું થાય, તો આ ટેરિફ એપલના નિકાસ ખર્ચમાં વધારો કરી શકે છે, જે મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ભારતનો ફાયદો ઘટાડી શકે છે. જો એપલ આ વધેલા ખર્ચને અમેરિકન ગ્રાહકોના શિરે પસાર ન કરે તો તે કંપનીના વૈશ્વિક નફાના માર્જિનને અસર કરી શકે છે.

ભારતમાં iPhoneની કિંમતો પર શું અસર પડશે?

જો કે આ ટેરિફ ભારતથી યુએસમાં નિકાસને સીધો લક્ષ્યાંક બનાવે છે, તેની પરોક્ષ અસરો ભારતમાં iPhoneના ભાવને અસર કરી શકે છે. વાસ્તવમાં, આ ઉત્પાદન ખર્ચમાં વધારો કરી શકે છે. જો એપલને ટેરિફ અથવા સપ્લાય ચેઇન સમસ્યાઓના કારણે વધુ ખર્ચ સહન કરવો પડે તો તે વૈશ્વિક નફાકારકતા જાળવી રાખવા માટે કિંમતોમાં વધારો કરી શકે છે.

વધુમાં, જો ભારતમાં બનેલા iPhonesનો ખર્ચથી લાભ ઓછો થાય છે, તો એપલ અહીં તેનું રોકાણ ઘટાડી શકે છે, જે સ્થાનિક ઉત્પાદન અને કિંમતોને અસર કરી શકે છે. તે જ સમયે, જો એપલે અન્ય દેશોમાંથી કોમ્પોનન્ટ અથવા અમેરિકાએ ટેરિફમાં વધારો કર્યો છે ત્યાંથી તૈયાર ઉપકરણોની આયાત કરવી પડશે. તો આ ખર્ચ ભારતીય ગ્રાહકોના શિરે લદાઇ શકે છે.

ભારતમાં કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ માર્કેટ

ભારત એપલ માટે એક મહત્વપૂર્ણ બજાર છે, જ્યાં મધ્યમ વર્ગની વધતી શક્તિને કારણે માંગ વધી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત સરકારે મોબાઈલ ફોન પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો, જેના કારણે આઈફોનની કિંમતોમાં ઘટાડો થયો હતો. પરંતુ અમેરિકાની નવી ટેરિફ નીતિ આ પ્રવાહને ઉલટાવી શકે છે.

આ પણ વાંચોઃ શું ફરી શરૂ થશે માનસરોવર યાત્રા? વિદેશ મંત્રાલયે આપ્યું મોટું અપડેટ; ચીન સાથે વાતચીત ક્યાં સુધી પહોંચી?

Back to top button