આ સપ્તાહમાં રોકાણકારોને “લીલા લ્હેર”: 5 દિવસમાં સેન્સેક્સ 3,000 પોઈન્ટ સુધી ઉછળ્યો


નવી દિલ્હી, 21 માર્ચ: 2025: આજે, અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવાર, 21 માર્ચે, શેરબજારમાં હરિયાળી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સ 557 પોઈન્ટ વધીને 76,905 પર બંધ થયો. નિફ્ટી પણ ૧૫૯ પોઈન્ટ વધીને ૨૩,૩૫૦ પર બંધ થયો.
શુક્રવારે મુખ્ય શેર સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યા, પરંતુ ટૂંક સમયમાં તેમની સ્થિતિ મજબૂત થઈ. ત્યારબાદ, નવા વિદેશી મૂડીપ્રવાહથી રોકાણકારોના સેન્ટિમેન્ટને ટેકો મળતાં શેરમાં તેજી જોવા મળી. ભારતીય શેરબજાર આ સપ્તાહમાં સતત ચોથા દિવસે વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા. વૈશ્વિક અનિશ્ચિતતા છતાં, છેલ્લા 5 સત્રોમાં સેન્સેક્સમાં 3,000 થી વધુ પોઈન્ટનો વધારો થયો છે અને નિફ્ટીમાં 4 ટકાથી વધુનો વધારો થયો છે. બજારમાં આ વધારો રોકાણકારોના સકારાત્મક વલણને પ્રતિબિંબિત કરે છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેરોમાં તેજી જોવા મળી. NTPC સૌથી વધુ 3.09%, બજાજ ફાઇનાન્સ 2.62% અને કોટક મહિન્દ્રા બેંક 2.14% વધ્યા હતા. મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ઇન્ફોસિસ, ટાઇટન અને બજાજ ફિનસર્વના શેર 1% થી વધુ ઘટ્યા. નિફ્ટીના 50 શેરોમાંથી 38 શેરોમાં તેજી જોવા મળી. NSEના ક્ષેત્રીય સૂચકાંકોમાં મીડિયા શેરોમાં 2.20%, તેલ અને ગેસમાં 1.84% અને જાહેર ક્ષેત્રની બેંકોમાં 1.06%નો વધારો થયો. નિફ્ટી મેટલમાં લગભગ 1%નો ઘટાડો થયો.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
આ પણ વાંચો..અદાણી ગ્રુપે ગુજરાતમાં નાણાકીય વર્ષનો છઠ્ઠો પાવર ટ્રાન્સમિશન પ્રોજેક્ટ મેળવ્યો, શેર બન્યા રોકેટ