ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

ભોજન તો 3 મહિનામાં જ પૂર્ણ થઈ ગયું હતું તો સુનિતા વિલિયમ્સે આટલો સમય શું ખાધું? જાણો

અમેરિકા: 21 માર્ચ: 2025: what did Sunita Williams eat for all this time યુએસ એજન્સી નાસાના અવકાશ વિજ્ઞાનીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર પાછા ફર્યા છે. આ અવકાશ વિજ્ઞાનીઓ ગયા વર્ષે જૂનમાં માત્ર આઠ દિવસના મિશન માટે અવકાશ મથક ગયાં હતાં, પરંતુ વિમાનમાં ખામી સર્જાઈ અને તેઓ ત્યાં જ અટવાઈ ગયાં. નવ મહિનાથી વધુ સમય પછી તેમનું પરત ફરવું આખરે શક્ય બન્યું છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે જો આઠ દિવસના મિશન માટે ગયેલા અવકાશયાત્રીઓને નવ મહિના અવકાશમાં રહેવું પડ્યું, તો તેમના ભોજનની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવી?

અવકાશમાં અવકાશ વિજ્ઞાનીઓને મર્યાદિત માત્રામાં પાવડર દૂધ, પીત્ઝા, શેકેલું ચિકન, ઝીંગા કોકટેલ અને અનાજ મળી રહ્યું હતું. નાસાના ડોકટરો અવકાશ વિજ્ઞાનીઓને જરૂરી કેલરી મળતી રહે તેની ખાતરી કરવા માટે દેખરેખ રાખી રહ્યા હતા. નાસાએ 9 સપ્ટેમ્બરના રોજ એક ફોટો પણ શેર કર્યો હતો, જેમાં વિલ્મોર અને વિલિયમ્સ ખોરાક ખાતાં જોવા મળ્યાં હતાં. માહિતી અનુસાર મિશન દરમિયાન અવકાશ વિજ્ઞાનીઓને તાજાં ફળો અને શાકભાજી મળી શક્યા ન હતા. સુનિતા અને બુચ વિલ્મોર આ સમય દરમિયાન પાવડર દૂધ, પિઝા, રોસ્ટ ચિકન, ઝીંગા કોકટેલ અને ટુના માછલી ખાઈને બચી ગયાં.

શરૂઆતમાં ઉપલબ્ધ તાજાં ફળો અને શાકભાજી ત્રણ મહિનામાં જ પૂરા થઈ ગયા. આ પછી, ફક્ત પેકેજ્ડ અને ફ્રીઝમાં સૂકવેલા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો. આ પછી લાંબા સમય સુધી સુનિતા અને બુચને પાવડર દૂધ, ડિહાઇડ્રેટેડ કેસરોલ્સ અને ફ્રીઝ-ડ્રાય સૂપથી ગુજરાન ચલાવવું પડ્યું. સ્પેસ સ્ટેશનના અવકાશ વિજ્ઞાનીઓના પેશાબ અને પરસેવાને પણ ઉપયોગ માટે રિસાયકલ કરવામાં આવે છે. ISS ની અદ્યતન ફિલ્ટરેશન સિસ્ટમ ખાતરી કરે છે કે પાણીનું એક પણ ટીપું બગાડાય નહીં અને રિસાયકલ થાય.

જોકે, પાણી માટે મૂત્ર અને પરસેવાને તાજા પાણીમાં રિસાયકલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નિષ્ણાતોએ સ્પષ્ટતા કરી છે કે સુનિતાનું વજન ઓછું ખાવાથી ઘટ્યું નથી. નિષ્ણાતોના મતે, “એ સ્પષ્ટ હોવું જોઈએ કે વજનમાં કોઈપણ ઘટાડો ISS પર ખોરાકની અછતને કારણે નથી. લાંબા મિશન માટે પણ પૂરતો ખોરાક હતો.” નોંધનીય છે કે દરેક અવકાશ વિજ્ઞાની માટે દરરોજ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકને લગભગ 3.8 પાઉન્ડ ખોરાક પૂરો પાડવામાં આવે છે. આ ઉપરાંત, અહીં કટોકટીની પરિસ્થિતિઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

આ પણ વાંચો….ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ગ્રીનરી: સેન્સેક્સ 500 થી વધુ પોઈન્ટ ઉછળ્યો

Back to top button