IPL 2025આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસસ્પોર્ટસ

IPL જંગ : જાણો કેટલા કરોડનો ખેલ છે !

Text To Speech

મુંબઇ, 20 માર્ચ, 2025: ભારતમાં IPL રમાવાની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે સટોડીયાઓ સક્રિય બની ગયા છે. વોચડોગથી બચીને પણ પોતાની કમાણી કેવી રીતે કરવી તેના અનેક નવા નવા કીમીયાઓ દર વર્ષે શોધાતા જ રહે છે. હવે પહેલા જેવી રસાકસી કે ઓછા બોલમાં વધુ રનની વાત ભૂતકાળ બની ગઇ છે. લોકો જાણે છે તેમ IPLમાં પૈસાની રમત પણ જોવા મળી રહી છે. એક અંદાજ પ્રમાણે એક બોલની કિંમત 2 કરોડથી વધુ થવા જાય છે. આમ આ ખેલ કરોડો રૂપિયાનો બનશે તેમાં શંકા નથી!

આ સાથે દેશમાં એન્ડફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, એટીએસ, સીસીઆઇ જેવી અનેક સરકારી એજન્સીઓ પણ સતર્ક બની ગઇ છે. તેમની પાસે અગાઉથી યાદી તૈયાર જ હોય છે ત્યારે હવે કોની પર તેજ નજર રાખવી તે સમય બતાવશે. તાજેતરમાં ગુજરાતમાં પોલીસ કડક બની છે ત્યારે આ કામને રોકવાનું તેમનું ગજુ નથી. પરંતુ જો કેન્દ્રિય એજન્સીઓ પાસેથી ઇનપુટ મળશે તો કાર્યવાહી કરાશે, પરંતુ સાચો આંકડો મળશે કે કેમ તે જોવાનું રહેશે.

પ્રાપ્ત આંકડાઓ પરથી એક સરળ ગણતરી જોઇએ તો IPLમાં કુલ 84 મેચો રમાવાની છે. એક મેચમાં કુલ 240 બોલ નખાશે. (બંને ટીમોના 120 બોલ). આમ 84 મેચમાં કુલ 240×84 મેચ એટલેકે કુલ 20160 બોલ નખાશે. આઇપીએલ જંગના કુલ બ્રોડકાસ્ટના હકો 48,390 કરોડ રૂપિયા થશે. આમ ગણતરી કરતા જણાય છે કે IPLના જંગમાં નખાતો એક બોલ 2 કરોડથી વધુ રૂપિયામાં પડશે. આમ જે દેશમાં એક બોલ પડવાની સાથે તેની કિંમત 2.4 કરોડ બોલાતી હોય ત્યાં મંદી શબ્દ ઘણો દૂર નીકળી જાય છે.
નોંધનીય છે કે છેલ્લે ભારતે ચેમ્પીયન્સ ટ્રોફી જીત્યા બાદ લોકોનો ક્રિકેટમાં રસ વધી ગયો છે. વિશ્વભરમાં છટણી, મંદી જેવા શબ્દો સાંભળવા મળી રહ્યા છે ત્યારે સરળતાથી કમાણી કરી શકાય તેવું સાધન સટ્ટો જ છે. આમ આગામી IPL અનેક રીતે રસપ્રદ બની રહેવાની ધારણા સેવાય છે.

આ પણ વાંચોઃ IPL પૂર્વે ર્વૈશ્વિક મીડિયા માંધાતાઓ GroupM, Publicis, Dentsu પર ભારતની એન્ટીટ્રસ્ટ રેઇડ

Back to top button