અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતબિઝનેસમધ્ય ગુજરાતલાઈફસ્ટાઈલહેલ્થ

પાટણ: બાળકોના જીવન ઘડતરમાં હેલ્મેટ અંગે સમજ જરૂરી; એજ્યુકેશનમાં વિચારનો થશે સમાવેશ; વિનય ધિંગરા

19 માર્ચ 2025 પાટણ: VI નોમ્સ મુજબનો ગુજરાતનો સૌપ્રથમ સ્માર્ટ અને અધ્યતન ટેકનોલોજી ભરપૂર એવું એકમાત્ર ધિયાન હોન્ડા શોરૂમનાં ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેલા હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સિનિયર ડાયરેક્ટર વિનય ધિગરાજીએ HD ન્યુઝ સાથે વિશેષ વાત કરી હતી અને વિશ્વવિખ્યાત એવી જાપનીની કંપની HMSIનાં અકસ્માતમાં જીવન ગુમાવતા અટકાવવા તેમજ સેફટી ફર્સ્ટના લાંબા વિઝન ઉપર કંપની કઈ રીતે કાર્ય કરી રહી છે અને ખાસ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારનો કેવા પ્રકારનો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે તે અંગે વાત કરી હતી. ત્યારે વિશ્વ વિખ્યાત હોન્ડા કંપની નાગરિકોની કેવી ચિંતા કરે છે? સેફટીને લઈને કેવા કાર્યો કરે છે તે અંગે વિગતવાર ચર્ચા કરીએ.

રોડ સેફટીને ફેશન બનાવવા ઉપર ભાર; વિનય ધિગરા
વિનય ધિંગરા જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં હોન્ડા કંપની રોડ સેફટી, લોકોમાં રોડ અકસ્માત અંગે જાગૃતિ તેમજ હેલ્મેટ અંગે સરકાર સાથે સંકલન સાધીને જાગૃતિ ફેલાવવાનું અને બાળકના જન્મથી જ આ તમામ વસ્તુઓ એજ્યુકેશન લેવલે પહોંચાડવામાં આવે તેવા સંયુક્ત પ્રયાસો કરવા અંગે ચર્ચા ચાલી રહી છે અને થઈ શકે એટલું ઝડપથી આ કાર્ય કરવામાં આવશે જેથી અકસ્માતથી ભોગ બનતાં અનેક જિંદગીઓ બચાવી શકાય.

33 કરોડ બાળકોને હેલ્મેટનું મહત્વ સમજાવું જરૂરી
હોન્ડા કંપનીના રોડ સેફટીને લઈને કરવામાં આવતા નવતર પ્રયોગ અંગે HD સાથે વાત કરતા જણાવ્યું હતું કે રોડ સેફ્ટીને ફેશન કઈ રીતે બનાવી શકાય તેવા પ્રયોગો હાથ ધરવામાં આવી રહ્યા છે. એક આંકડા મુજબ ભારતમાં દર વર્ષે 1.5 લાખથી વધારે લોકોની અકસ્માતમાં મૃત્યુ થાય છે. ખાસ કરીને ભવિષ્યના વિઝન અંગે તેમણે આજે ભારતમાં 33 કરોડથી વધારે બાળકો છે જે આવનારા સમયમાં રોડ ઉપર વાહનો ડ્રાઈવ કરશે. જે તમામ બાળકોને ક્લાસ 5 ક્લાસ 6 હોન્ડા ફેક્ટરીમાં બોલાવવામાં આવે છે અને તેમનું માઇન્ડ સેટ બદલવા માટે આ અંગે જરૂરી સમજ આપવામાં આવી રહી છે. ખાસ કરીને રોડ સેફટીને લઈને જનરલ નિયમો તો બધી બાજુ લોકોને ખ્યાલ જ છે. પોલીસ દ્વારા પણ જનરલ નિયમો ફોલોવ કરાવવામાં આવે છે. ખાસ કરીને એમના જીવનમાં ડિસિપ્લિનનું મહત્વ શું છે? સાથે જે લોકો રોડ ઉપર ડ્રાઇવ કરે છે એમને આ ડિસિપ્લિન માત્ર ડ્રાઇવમાં નહીં પરંતુ સમગ્ર જીવન દરમિયાન કેવી રીતે ઉપયોગી થઈ શકે? તેની સમજ આપવાના પ્રયાસો સરકાર સાથે મળીને સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યા છે. ભારતમાં મોટાભાગના રોડ અકસ્માત લેટ ડિસિપ્લિનના કારણે થાય છે, તો શા માટે લેટ ડિસિપ્લિન કરવી જોઈએ તેવો બહુમૂલ્ય વિચાર રજૂ કર્યો હતો.

 

હેલ્મેટ પહેરવાનાં વિચારનો બાળપણથી જ સમાવેશ કરવો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત દેશના હાલના 33 કરોડ બાળકોને અમારી ફેક્ટરીમાં બોલાવીને એ બાબતની સમજ આપવામાં આવે છે કે તમારા પરિવારમાં તમારા પિતા, ભાઈ, બહેન હેલ્મેટ વગર ડ્રાઇવ કરે છે, સીટ બેલ્ટ વગર ડ્રાઇવ કરે છે તો તેમની સાથે ન બેસો, જો હેલ્મેટ અને સી ટબેલ્ટ જેવા નિયમો ફોલો કરે તો જ તેમની સાથે બેસવું. સાથે હોન્ડા વર્લ્ડની ટોપ કંપનીઝમાં આવે છે. અમારા વ્હીકલ સમગ્ર વિશ્વની બજારમાં સૌથી વધારે છે. તો સ્વાભાવિક છે અકસ્માતના આંકડા પણ વધારે આવે છે. જેને અટકાવવા માટે કુમળી વયના બાળકોને અમારી ફેક્ટરીમાં બોલાવીને ખાસ કરીને સારા એવા ડિઝાઇન કરેલા હેલ્મેટ તેમને ગિફ્ટ આપવામાં આવે છે અને હેલ્મેટ, રોડ સેફટીને નિયમ નહીં પરંતુ ફેશન બનાવવા માટેના મહત્વના વિચાર તેમનામાં બચપનથી જ સમાવેશ કરવામાં આવે છે.

Back to top button