પાટણ: ગુજરાતનો સૌપ્રથમ VI નોમ્સ મુજબનો એક માત્ર સ્માર્ટ શો-રૂમ; ધિયાન હોન્ડાનાં ઉદ્ઘાટન પ્રસંગની ભવ્યતા

19 માર્ચ 2025 પાટણ: VI નોમ્સ મુજબનો સમગ્ર ગુજરાતનું સૌપ્રથમ સ્માર્ટ અને અદ્યતન ટેકનોલોજીથી ભરપૂર એકમાત્ર શોરૂમ ધિયાન હોન્ડાનું ડીસા પાટણ હાઈવે પર આવેલા જીઓ બીપી પેટ્રોલ પંપની બાજુમાં પાટણ ખાતે તારીખ 18 માર્ચ 2025ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (HMSI) સિનિયર ડાયરેક્ટર વિનય ધિંગરાજી, શોરૂમનાં ઓનર બલરામ પઢિયારજી, માનવ પઢીયારજી સાથે સુભાષ ચોપડાજી, શકુલ શર્માજી, મયંક રામાનીજી,સાગર પટેલજી, જયંત શર્માજી, ધીરજ નંદીજી, ભરતભાઈ ગોસ્વામી, રમેશભાઈ દેસાઈ, ઇષ્તિયાકભાઈ સિંધી સહિત તથા મોટી સંખ્યામાં હોન્ડા કંપનીના મહાનુભાવો, અગ્રણીઓ અને ફર્સ્ટ બાયર્સ હાજર રહી હોન્ડા શોરૂમનાં ઉદ્ઘાટનમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
ટુ વ્હીલર બજારમાં સૌથી ઝડપથી ઊભરતું નામ ધિયાન હોન્ડા
VI નોમ્સ મુજબનો ગુજરાતનો સૌપ્રથમ સ્માર્ટ શોરૂમ અને અધ્યતન ટેકનોલોજીથી ભરપૂર એવું એકમાત્ર શોરૂમનાં ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેલા ફર્સ્ટ બાયર્સે HD ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આજે અમારા માટે બહુ મહત્વનો દિવસ એટલા માટે કહી શકાય કે પાટણ જિલ્લામાં સમગ્ર ગુજરાતનું સૌ પ્રથમ સ્માર્ટ શોરૂમનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને અમે પોતાનું હોન્ડા ટુ વ્હીલર ખરીદી શકતા હોવાના ભાગીદાર બન્યા છીએ. અમારી ખુશીઓનો કોઈ પાર આજે રહ્યો નથી, ખાસ કરીને એવા સમયે જ્યારે HMSIનાં સિનિયર ડાયરેક્ટર વિનય ધિંગરાજી અને ગુજરાતના ટુ વ્હીલર બજારમાં સૌથી ઝડપથી ઊભરતું નામ એવું ધિયાન હોન્ડાનાં માલિક બલરામ પઢિયારજી અને માનવ પઢીયારજી અત્રે હાજર રહ્યા હોય અને એમના હાથે જ અમોને ટુ વ્હીલર પ્રાપ્ત કર્યા હોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
સૌથી વધારે ફોકસ કવોલિટી ઉપર જ: ધિંગરાજી
ધિયાન હોન્ડાના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેલા HMSI સિનિયર ડાયરેક્ટર વિનય ધિંગરાજી HD ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મારું સૌભાગ્ય છે કે ગુજરાતનું પ્રથમ સ્માર્ટ શોરૂમના ઉદ્ઘાટન સમયે હાજર રહેવાની તક પ્રાપ્ત થઈ છે. સાથે અહીંયા ગ્રાહકોને સૌથી સારા લાભ મળી રહે તેવા ભવિષ્યના લાંબા બિઝનેસ વિઝન સાથે ચાલવાનું મોડલ પ્રાપ્ત થવાનું છે તેવું જાણવા મળી રહ્યું છે. ખાસ કરીને હોન્ડા ટુ વ્હીલર્સની ક્વોલિટી વિશે ચર્ચા કરતા વિનય ધીંગરાજીએ જણાવ્યું હતું હોન્ડા કંપનીનું સૌથી વધારે ફોકસ કવોલિટી ઉપર જ છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે આજથી 10, 15 વર્ષ પહેલા વેચાતા ટુવિલર અને આજે વેચાતા ટુ વ્હીલરમાં સૌથી વધારે ફરક ડાયનોસ્ટિક પોઈન્ટસ્, ટ્રબલ ફ્રી મોડલ્સનો છે. આજે અમે પહેલાં કરતાં સૌથી વધારે બેસ્ટ સર્વિસ અને ક્વોલિટીનાં ટુ વ્હીલર્સ પ્રોવાઇડ કરી રહ્યા છે. આજના સમય પ્રમાણે જે રીતે સ્માર્ટ વર્કશોપ, સ્માર્ટ શોરૂમ બની રહ્યા છે ત્યારે સમગ્ર ભારતના બજારમાં હોન્ડા કંપની દ્વારા સૌથી વધારે રિસર્ચ કવોલિટી અને લાયબ્લીટીઝ ઉપર કરવામાં આવી રહી છે.
બિઝનેસ કરતા માનવતાનું મહત્વ વધારે: બલરામ પઢિયાર
અત્રે ઉલ્લેખનીય છે કે ધિયાન હોન્ડાનાં અનેક વ્હીકલ શોરૂમ ગુજરાત ભરમાં કાર્યરત છે. તેવામાં ધિયાન સમગ્ર ગુજરાતમાં ગ્રાહકોની પહેલી પસંદ બની રહી છે. આ બધું શક્ય બની રહ્યું છે ધિયાન હોન્ડાના માલિક બલરામ પઢીયારજીનાં લાંબા અને બિઝનેસ કરતાં સામાન્ય લોકોને મદદરૂપ થવાના હેતુ થકી જેમાં ગ્રાહકોને ટ્રાન્સપરન્ટ પ્રાઈસમાં સૌથી બેસ્ટ ક્વોલિટી અને સંતોષ કઈ રીતે આપી શકાય. સાથે ગુજરાતનું સૌપ્રથમ VI નોમ્સ મુજબનો એક માત્ર સ્માર્ટ શોરૂમ હોવાથી બેસ્ટ ઓફર્સનો લાભ લેવા સમગ્ર પાટણ જિલ્લામાંથી હોન્ડા વ્હીકલ ખરીદવા માટે ગ્રાહકો મોટી સંખ્યામાં ઉદ્ઘાટન પ્રસંગે પહોંચ્યા હતા.