ટ્રેન્ડિંગબિઝનેસ

હવે પરમાણુ ઊર્જાથી ચાલશે ટ્રેનો, ભારતીય રેલવે કરવા જઈ રહી છે આ અદ્ભુત કારનામું

નવી દિલ્હી, ૧૯ માર્ચ : દેશની જીવાદોરી સમાન ભારતીય રેલ્વે હવે તેની ઊર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે એક મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી છે. 2030 સુધીમાં શુદ્ધ શૂન્ય કાર્બન ઉત્સર્જનના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રેલવેએ પરમાણુ ઊર્જા વિભાગ (DAE) અને ઊર્જા મંત્રાલય સાથે ચર્ચા શરૂ કરી છે. આનો અર્થ એ થયો કે પ્રદૂષણમાં રેલવેનો ફાળો શૂન્ય ટકા હોઈ શકે છે. આ પહેલ હેઠળ, રેલવે પરમાણુ ઊર્જા પ્લાન્ટ સ્થાપવામાં સહયોગ કરશે અને વીજળી ખરીદવાની ગેરંટી આપશે.

અહેવાલ મુજબ, ભારતીય રેલવે આ પરમાણુ વીજ પ્લાન્ટ માટે જમીન પૂરી પાડશે અને વીજળી ખરીદવાની ગેરંટી આપશે, જ્યારે DAE અને ઊર્જા મંત્રાલય ઇંધણ પુરવઠા કરાર હેઠળ આ પ્લાન્ટ સ્થાપવામાં મદદ કરશે.

2030 સુધીમાં રેલવેને કેટલી વીજળીની જરૂર પડશે?
રેલવે 2030 સુધીમાં 10 ગીગાવોટ (GW) ટ્રેક્શન પાવર (એટલે ​​કે ટ્રેનો ચલાવવા માટે વપરાતી વીજળી) ની જરૂરિયાતને પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખે છે. આ માટે રેલવે :-

3 GW નવીનીકરણીય ઊર્જા (જળવિદ્યુત સહિત) ખરીદશે.
થર્મલ અને ન્યુક્લિયર એનર્જીમાંથી 3 GW મળશે
બાકીની 4 ગીગાવોટ વીજળી ડિસ્કોમ્સ (વીજ વિતરણ કંપનીઓ) પાસેથી મેળવવામાં આવશે.

આ પ્રોજેક્ટ માટે ભંડોળ કોણ આપશે?
અહેવાલ મુજબ, રેલવેની જાહેર ક્ષેત્રની નાણાકીય એજન્સીઓ આ પ્રોજેક્ટ્સ માટે ભંડોળ પૂરું પાડશે. આ પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કરવાની જવાબદારી ઇન્ડિયન રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC) ને સોંપવામાં આવી શકે છે.

રેલવે મંત્રીએ શું કહ્યું?
ગયા અઠવાડિયે રાજ્યસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારતીય રેલવેએ ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL) અને ઉર્જા મંત્રાલયને પરમાણુ ઊર્જાની ફાળવણી માટે વિનંતી મોકલી છે.

તેમણે કહ્યું, “રેલવેની વીજળીની માંગ સતત વધી રહી છે. રેલવે એ હાલના અને આગામી પરમાણુ પાવર પ્લાન્ટમાંથી વીજળી મેળવવા માટે વિકલ્પો શોધવાનું શરૂ કર્યું છે. આ એટલા માટે છે જેથી રરેલવે તેમની ટ્રેક્શન પાવર જરૂરિયાતો પૂરી કરી શકે.”

UPI દ્વારા પેમેન્ટ સ્વીકારતા થશે કમાણી, સરકારે એક મોટો નિર્ણય લીધો; આ રીતે લાભ મળશે

‘સરકારે અઠવાડિયામાં દરેક દારૂ પીનારાને બે બોટલ દારૂ મફત આપવો જોઈએ’, ધારાસભ્યએ વિધાનસભામાં ઉઠાવી વિચિત્ર માંગ

ભારતીય ક્રિકેટરે પોતાનાથી 9 વર્ષ મોટી છૂટાછેડા લીધેલી મહિલા સાથે લગ્ન કર્યા, તેની પત્નીએ કર્યું હતું પ્રપોઝ

૨૦ હજાર કમાતા લોકો પણ ખરીદી  શકે છે આ કાર! આ 4 મોડેલ છે સૌથી સસ્તા 

કોઈ મેકિંગ ચાર્જ નહીં, કોઈ GST નહીં – સોનામાં રોકાણ કરવાની આ રીત બહુ ઓછા લોકો જાણે છે

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button