ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં ભેળસેળ-નકલી વસ્તુઓનો ધીકતો વેપાર છતાં 22000માંથી ફક્ત 39 ફૂડ સેમ્પલ ‘અનસેફ’

Text To Speech
  • વિવિધ ખાદ્યચીજોમાં ભેળસેળનું પ્રમાણ વધતુ જાય છે
  • સેમ્પલના રીપોર્ટ સામાન્ય રીતે પંદર દિવસમાં જાહેર કરવાના હોય છે
  • ઘીના સેમ્પલ વડોદરા ખાતે લેબોરેટરીમાં મોકલવા પડયા

વિવિધ ખાદ્યચીજોમાં ભેળસેળનું પ્રમાણ વધતુ જાય છે. ખાણી-પીણીની મોટાભાગની ચીજોમાં નકલીનો કારોબાર વ્યાપક પ્રમાણમાં ચાલી રહ્યો છે. આમ છતાં અમદાવાદ મ્યુનિ.ના ફૂડ વિભાગે સાત વર્ષમાં લીધેલા 21927 પૈકી માત્ર 39 ફૂડ સેમ્પલ જ અનસેફ જાહેર કરાયા છે.

સેમ્પલના રીપોર્ટ સામાન્ય રીતે પંદર દિવસમાં જાહેર કરવાના હોય છે

ખાદ્યચીજોમાં જંતુઓ નીકળવાની સતત વધતી ફરિયાદોની વચ્ચે મ્યુનિ.ફૂડ વિભાગ ફરિયાદ મળ્યા પછી જાગીને કાર્યવાહી કરવા દોડી જાય છે. ફૂડ સેફટી એકટ-2006 અંતર્ગત વિવિધ ખાદ્યચીજોના સેમ્પલ લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવેલી પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામા આવે છે. ફૂડ વિભાગ તરફથી લેવામા આવતા સેમ્પલના રીપોર્ટ સામાન્ય રીતે પંદર દિવસમાં જાહેર કરવાના હોય છે. છતાં સમયની મર્યાદામાં ફૂડ વિભાગ કયારેય લીધેલા ફૂડ સેમ્પલના રીપોર્ટ જાહેર કરી શકયુ નથી.

ઘીના સેમ્પલ વડોદરા ખાતે લેબોરેટરીમાં મોકલવા પડયા

અદ્યતન લેબોરેટરી હોવાના કરાતા દાવા વચ્ચે 11 ફેબ્રુઆરી-25ના રોજ નકલી ઘીના વેચાણની શંકાના આધારે લેવામા આવેલા ઘીના સેમ્પલ વડોદરા ખાતે લેબોરેટરીમાં મોકલવા પડયા હતા.

Back to top button