ગુજરાતટ્રેન્ડિંગ

ગાંધીનગર ખાતે ‘ઇનોવેટિવ ઇકોસિસ્ટમ’ સફળ બનાવવા નેશનલ વર્કશોપનું આયોજન કરાશે

ગાંધીનગર, 19  માર્ચ : ભારતના ઇનોવેશન લેન્ડસ્કેપને મજબૂત કરવા માટે એક સીમાચિહ્નરૂપ પહેલ તરીકે, “બિલ્ડિંગ સીનર્જીસ ઇન ઇંડિયન ઇનોવેટિવ ઇકોસિસ્ટમ” પર નેશનલ વર્કશોપનું આયોજન નીતિ આયોગ અને ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્‍ડ ટેકનોલોજી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે તારીખ 22મી માર્ચ 2025ના રોજ ગિફ્ટ સિટી ગ્રાન્ડ મર્ક્યુરી, ગાંધીનગર, ગુજરાત ખાતે કરેલ છે. આ કાર્યક્રમ નો હેતુ ભારતના બ્રાઈટેસ્ટ માઇન્ડ અને પોલિસી મેકર્સ ને સાથે લાવી તેમને જોડવાનો છે જેથી તે ભારત ના ઇનોવેટિવ ઇકોસિસ્ટમ સફળ બનાવી શકે.

આ વર્કશોપનો ઉદ્દેશ્ય સરકારી અધિકારીઓ, સ્ટેકહોલ્ડર્સ, ઔદ્યોગિક નિષ્ણાતો, સ્ટાર્ટઅપ સ્થાપકો અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ વચ્ચે સંવાદ અને જ્ઞાનના આદાન પ્રદાનને સરળ બનાવવાનો છે. તમામ ક્ષેત્રોમાં સમન્વયને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ એજન્ડા સાથે, આ વર્કશોપ, R&D રોકાણો, નવીનતા અંગેની રાજ્યની નીતિઓ, વૈશ્વિક નવીનતાના વલણો અને પાયાના ઉદ્યોગ સાહસિકતા જેવા નિર્ણાયક વિષયોને સંબોધશે.

વર્કશોપના ઉદ્ઘાટન સમારોહ માં ડૉ. વી.કે. સારસ્વત, સભ્ય (S&T), નીતિ આયોગ; બી.વી.આર. સુબ્રહ્મણ્યમ, સીઇઓ, નીતિ આયોગ, પ્રો. વિવેક કુમાર સિંઘ, વરિષ્ઠ સલાહકાર, નીતિ આયોગ; મોના ખંધાર, IAS, અગ્ર સચિવ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર; ડૉ. સચા વુંચ-વિન્સેન્ટ, વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન (WIPO) તથા ડૉ. અશોક સોનકુસારે, નાયબ સલાહકાર, નીતિ આયોગ ભારતના ઈનોવેશન રેન્કિંગ અને R&D રોકાણ થકી ભારતના ઈનોવેશન ઈકોસિસ્ટમમાં સિનર્જીને ઉત્તેજન આપવાની ચાવીરૂપ સુચનો સાથે વર્તાલાપ કરશે.

આ વર્કશોપમાં ઈનોવેશન અને ટેક્નોલોજીના ક્ષેત્રે જાણીતા નેતાઓની આગેવાનીમાં પરસ્પર ચર્ચાઓ કરવામાં આવશે. “ભારત ઇનોવેટ્સ: નેશનલ ઇનોવેશન ઇકોસિસ્ટમનું વિહંગાવલોકન” પરનું સત્ર અટલ ઇનોવેશન મિશનના ભૂતપૂર્વ એમડી, ડૉ. આર. રામનન દ્વારા સંચાલિત, ઇનોવેશન-ફ્રેન્ડલી ભારત બનાવવા માટેની વ્યૂહરચનાઓની ચર્ચા કરશે. આ પછી સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિક વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના કે. ખંધારની અધ્યક્ષતામાં”નવાચાર નીતિ ઔર રાજ્ય યોજના: શ્રેષ્ઠમાંથી શીખવું” પર એક સત્ર યોજાશે, જે, નવીનતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય-સ્તરની પહેલો અને શ્રેષ્ઠ પ્રથાઓ પર પ્રકાશ પાડશે.

ગુજરાત રાજ્ય ઈલેક્ટ્રોનિક્સ મિશનના મિશન ડાયરેક્ટર મનીષ ગુરવાણી, IAS દ્વારા અન્ય એક સત્ર લેવાશે “નવાચાર કે સારથી: પાયોનિયરિંગ ઈનોવેશન્સ” જે ગ્રાસરૂટ ઈનોવેટર્સ અને સ્ટાર્ટ-અપ્સના પ્રેરણાદાયી કિસ્સાઓ લોકો સુધી પહોંચાડશે. વધુમાં, “વિશ્વ મેં ઉભર્તા ભારત: ભારતના વૈશ્વિક ઇનોવેશન ફૂટપ્રિન્ટને મજબૂત બનાવવું” આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ખાસ કરીને વિશ્વ બૌદ્ધિક સંપદા સંસ્થાના ડૉ. સાચા વુંચ-વિન્સેન્ટના મુખ્ય યોગદાન સાથે વૈશ્વિક ઇનોવેશન લેન્ડસ્કેપમાં ભારતની વધતી હાજરી પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આ કાર્યક્રમનું સમાપન ભાવિ આયોજનો વિશે ઉચ્ચ સ્તરીય ચર્ચા સાથે થશે, જે ડૉ. વી.કે. સારસ્વત, સભ્ય (S&T), નીતિ આયોગ, અન્ય વરિષ્ઠ અધિકારીઓ, ગુજરાત રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને ભૂતપૂર્વ DG, CSIR અને સેક્રેટરી, વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન વિભાગ ની આગેવાની હેઠળ થશે. સમાપન સત્ર પ્રગતિશીલ નીતિઓ, સંશોધનમાં રોકાણ અને સ્ટાર્ટઅપ-ફ્રેન્ડલી ઇકોસિસ્ટમને પ્રોત્સાહન દ્વારા નવીનતા ચલાવવામાં ગુજરાતની ભૂમિકાને મજબૂત બનાવશે.

ભારતની નવીનતાની યાત્રામાં અગ્રણી રાજ્યોમાંના એક તરીકે, ગુજરાતે સતત વૈજ્ઞાનિક પ્રગતિ, ટેકનોલોજી-આધારિત સાહસિકતા અને ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગમાં શ્રેષ્ઠતા દર્શાવી છે, જે તેને અન્ય રાજ્યો માટે એક આદર્શ રાજ્ય બનાવે છે.

આ વર્કશોપ આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઈન્ડિયા જેવી રાષ્ટ્રીય આકાંક્ષાઓ સાથે સંરેખિત થઈને ભારતની ઈનોવેશન ઈકોસિસ્ટમને આકાર આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. વિવિધ કાર્યક્ષેત્રોમાંથી નિષ્ણાતોને એકસાથે લાવીને, આ કૉન્‍ફરન્‍સનો હેતુ ઇનોવેશનથી પ્રેરિત ભવિષ્ય માટે નીતિ, સંશોધન અને ઉદ્યોગ સહયોગને જોડવાનો છે. ગુજરાત, તેની મજબૂત નીતિઓ અને ભવિષ્યલક્ષી વિચારસરણીના અભિગમ સાથે, ભારતના ઇનોવેશન લેન્ડસ્કેપમાં ઉત્પ્રેરક બની રહ્યું છે, જે આર્થિક વિકાસ અને તકનીકી પ્રગતિને આગળ ધપાવે છે, જે રાષ્ટ્રને વિજ્ઞાન અને તકનીકમાં વૈશ્વિક નેતૃત્વ તરફ આગળ ધપાવશે.

UPI દ્વારા પેમેન્ટ સ્વીકારતા થશે કમાણી, સરકારે એક મોટો નિર્ણય લીધો; આ રીતે લાભ મળશે

‘સરકારે અઠવાડિયામાં દરેક દારૂ પીનારાને બે બોટલ દારૂ મફત આપવો જોઈએ’, ધારાસભ્યએ વિધાનસભામાં ઉઠાવી વિચિત્ર માંગ

ભારતીય ક્રિકેટરે પોતાનાથી 9 વર્ષ મોટી છૂટાછેડા લીધેલી મહિલા સાથે લગ્ન કર્યા, તેની પત્નીએ કર્યું હતું પ્રપોઝ

૨૦ હજાર કમાતા લોકો પણ ખરીદી  શકે છે આ કાર! આ 4 મોડેલ છે સૌથી સસ્તા 

કોઈ મેકિંગ ચાર્જ નહીં, કોઈ GST નહીં – સોનામાં રોકાણ કરવાની આ રીત બહુ ઓછા લોકો જાણે છે

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button