અમદાવાદગુજરાતટ્રેન્ડિંગધર્મ

રામ નવમીની ઉજવણી ક્યારે થશે? જાણો શુભ મુહૂર્ત

Text To Speech
  • રામ નવમીની ઉજવણી આ વખતે 6 એપ્રિલે કરવામાં આવશે. એક દિવસના તફાવતને કારણે, આ વખતે ચૈત્ર નવમી 6 એપ્રિલે છે

HD ન્યુઝ ડેસ્કઃ આ વર્ષે ચૈત્ર નવરાત્રી 30 માર્ચ, 2025થી શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં નવરાત્રી પર પંચમી તિથિનો ક્ષય છે. આ વર્ષે નવરાત્રી 9 દિવસની નહીં હોય. આ વખતે નવરાત્રી Chaitra Navratri 8 દિવસની રહેશે. આ વર્ષે એક તિથિ ઓછી હોવાના કારણે, નવરાત્રી 8 દિવસની રહેશે. આ વખતે પંચમી તિથિનો ક્ષય છે, તેથી નવરાત્રીની ચતુર્થી અને પંચમી તિથિ એક જ દિવસે હશે. તેથી આ વખતે ચૈત્ર નવરાત્રી આઠ દિવસની રહેશે. ચૈત્ર (વાસંતી નવરાત્રી) નવરાત્રી શરૂ થવામાં થોડા દિવસો બાકી છે. ભક્તોએ શારદા દેવીની પૂજા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભક્તો આદિશક્તિ મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરશે.

પંચાંગ અનુસાર, આ વર્ષે ચતુર્થી અને પંચમીની પૂજા બુધવાર, 2 એપ્રિલના રોજ થશે. બંને તારીખો એક જ દિવસે કરવામાં આવશે. આ વર્ષે કળશ સ્થાપનાનો શુભ મુહૂર્ત 30 માર્ચ, રવિવારે છે. કળશ સ્થાપન સવારથી બપોરે 2.25 વાગ્યા સુધી કરી શકાશે. અભિજીત મુહૂર્ત (મધ્યાહન) સવારે 11.24થી બપોરે 12.36 સુધી રહેશે. ભક્તોએ ફક્ત શુભ મુહૂર્તમાં જ કળશ સ્થાપિત કરવો જોઈએ.

 રામ નવમીની ઉજવણી ક્યારે થશે? જાણો શુભ મુહૂર્ત hum dekhenge news

ક્યારે આવશે રામનવમી? Ram Navami

આ વખતે, પંચમી અને ચતુર્થી એક જ દિવસે હોવાથી, રામ નવમી 6 એપ્રિલે આવશે. એક દિવસના તફાવતને કારણે, આ વખતે ચૈત્ર નવમી 6 એપ્રિલે છે. આ દિવસે ભગવાન રામની પૂજા કરવામાં આવશે. હનુમાન મંદિરોમાં પૂજા કરવા માટે ભક્તોની ભીડ ઉમટી પડશે. રામનવમીના દિવસે નવરાત્રીનું સમાપન થાય છે. જેમને અષ્ટમી કરી હશે તેઓ 5 એપ્રિલે વ્રતના પારણા કરશે.

આ પણ વાંચોઃ 30 માર્ચથી ચૈત્રી નવરાત્રી, તિથિના ક્ષયના કારણે આઠ દિવસનું વ્રત

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button