ટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

કોણ છે આ ભારતીય મૂળના CEO? માસિક પગાર છે રૂ. 3.1 કરોડ

HD ન્યુઝ ડેસ્ક,19 માર્ચ, 2025: વૈશ્વિક મહાસત્તા તરીકે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ઉદય અને સફળતામાં ભારતીયોએ ખૂબ જ યોગદાન આપ્યું છે. અહીં આપણે ભારતીય મૂળના વ્યક્તિ, નીલ મોહન વિશે વાત કરવા જઈ રહ્યા છે. જે એક અમેરિકન ઉદ્યોગપતિ છે અને 16 ફેબ્રુઆરી, 2023 થી સોશિયલ મીડિયા અને ઓનલાઈન વિડિયો શેરિંગ પ્લેટફોર્મ યુટ્યુબના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે સેવા આપી રહ્યા છે. પરંતુ શું તમને ખબર છે કે, નીલ મોહન ભારતીય મૂળના સૌથી વધુ કમાણી કરનારા (CEO)છે. તેમની માસિક આવક રૂ. 3.1 કરોડ છે.

માઇક્રોસોફ્ટ, ગૂગલ પછી હવે YouTubeમાં પણ ભારતીય મૂળના CEO છે. જેના લીધે દુનિયાભરમાં ભારતનો ડંગો વાગી રહ્યો છે. અમેરિકાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા ઘણા ભારતીય મૂળના વ્યક્તિઓમાં નીલ મોહન મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એક અમેરિકન ઉદ્યોગપતિ જેમણે મફત ઓનલાઈન વિડિઓ-શેરિંગ પ્લેટફોર્મ યુટ્યુબના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમણે 16 ફેબ્રુઆરી, 2023 ના રોજ યુટ્યુબના સીઈઓની ભૂમિકા સંભાળી હતી, અને ત્યારથી કંપનીએ વિકાસ તરફ મોટી પ્રગતિ કરી છે, ખાસ કરીને યુટ્યુબ ટેલિવિઝન જે એક અદભુત સુવિધા તરીકે ઉભરી આવ્યું છે, જે પ્લેટફોર્મના સતત સફળતાને દર્શાવે છે. નીલ મોહનની સાથે સત્યા નડેલા (માઈક્રોસોફ્ટ), સુંદર પિચાઈ (આલ્ફાબેટ) અને શાંતનુ નારાયણ (એડોબ) જેવી અગ્રણી હસ્તીઓ પણ છે.

જાણો કોણ છે નીલ મોહન
વિશ્વની ટોપ કંપની YouTubeના ટોપ પોસ્ટ ઉપર બેઠેલાં બોસ ઇન્ડિયન છે, પરંતુ આ બોસની કહાની અન્ય લોકો કરતાં થોડી અલગ છે. નીલ મોહનનો જન્મ ૧૪ જુલાઈ, ૧૯૭૩ના રોજ ઇન્ડિયાનાના લાફાયેટમાં થયો હતો અને ૧૯૮૫માં તેમના પરિવાર સાથે ભારત જતા પહેલા તેમનું મોટાભાગનું બાળપણ અમેરિકામાં વિતાવ્યું હતું. ૭ વર્ષ પછી, તેઓ ૧૯૯૨માં પાછા યુનાઇટેડ સ્ટેટ્સ ગયા અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. ૧૯૯૬માં ડિગ્રી મેળવ્યા પછી, તેમણે એક્સેન્ચરમાં પોતાની કારકિર્દી શરૂ કરી અને પછી નેટગ્રેવિટી નામના સ્ટાર્ટઅપમાં જોડાયા. ૨૦૦૨માં ડબલક્લિક દ્વારા આ કંપની હસ્તગત કરવામાં આવી. જે એક મોટી ઇન્ટરનેટ જાહેરાત કંપની હતી. તેમણે ૨૦૦૩માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી MBA ડિગ્રી મેળવીને પોતાના શિક્ષણને આગળ વધારવાનું નક્કી કર્યું, ત્યારબાદ તેઓ ડબલક્લિકમાં ફરી જોડાયા. ત્યારબાદ ૨૦૦૭માં IT જાયન્ટ ગૂગલ દ્વારા ઇન્ટરનેટ જાહેરાત કંપની હસ્તગત કરવામાં આવી અને તે જ સમયે ગૂગલ સાથે તેમની સફર શરૂ થઈ.

નીલ મોહનની ગૂગલ સાથે શરૂઆત થઈ ગઈ. ધીમે-ધીમે સમય વિત્યો. નીલને ટ્વિટરમાંથી નોકરી માટે ઓફર આવી. નીલ નોકરી છોડવાની તૈયારીમાં હતાં. નીલ કામમાં એટલાં પારંગત હતાં કે તેમના બોસ અને અન્ય સીનિયર અધિકારી તેમને જવા દેવા માગતાં નહોતાં. જ્યારે આ જોબ ઓફર અંગે ગૂગલના ટોપ ઓફિસર્સને જાણકારી મળી ત્યારે નીલને રોકવા માટે કંપનીએ તરત 100 મિલિયન ડોલર એટલે તે સમયના લગભગ 544 કરોડ રૂપિયા બોનસ તરીકે આપ્યાં હતાં. નોંધનીય છે કે 100 મિલિયન ડોલર્સનું બોનસ કંપની તરફથી ઘણાં ઓછા લોકોને જ મળે છે.

મોહન હવે YouTube ના ચીફ પ્રોડક્ટ ઓફિસરની ભૂમિકા સંભાળી રહ્યા છે, YouTube Premium, YouTube Kids, YouTube Shorts, YouTube Music અને YouTube TV જેવા પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમની આંતરદૃષ્ટિ અને કુશળતાએ YouTube ના વર્તમાન માળખાને બનાવવામાં ફાળો આપ્યો હતો, અને ફેબ્રુઆરી 2023 માં તેમને CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો…ઋણમાં ઘટાડો અને સરકારી પ્રોત્સાહનોને કારણે ખાનગી ક્ષેત્રમાં રોકાણનો નવો રાઉન્ડ

Back to top button