DGP વિકાસ સહાયના 100 કલાકના અલ્ટીમેટમ બાદ રાજ્યના ગુનેગારોની યાદી તૈયાર


અમદાવાદ, 19 માર્ચ : અમદાવાદના વસ્ત્રાલમાં થોડા દિવસો પૂર્વે બનેલી ઘટના બાદ રાજ્ય સરકાર વતી કડક કાર્યવાહી કરવાની સૂચના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અસામાજિક ગુંડા તત્વો પર કાર્યવાહી અંગે 100 કલાકમાં કાર્યવાહીના આપેલા આદેશની ગંભીર નોંધ લઈ સ્ટેટ મોનીટરીંગ સેલે અસરકારક કામગીરી કરતા રાજ્યના 15 મોટા બૂટલેગરો અને જુગારના કેસના મોટા ગુનેગારો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે.
SMCએ આ તમામની ગેરકાયદેસર મિલકત અને બાંધકામ અંગેની વિગતો તૈયાર કરી દીધી છે. સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને જિલ્લા કલેકટરને આ વિગતોની યાદી મોકલી દેવામાં આવી છે. ટૂંક સમયમાં મોટી કાર્યવાહી થવાની તૈયારી થઈ ગઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
મહત્વનું છે કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજીક ગુંડા તત્વો પર વધુ કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં DGP વિકાસ સહાયે રાજ્યના તમામ પોલીસ કમિશ્નર, રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી. જેમાં આગામી 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સુચના આપવામાં આવી હતી.
આ પણ વાંચો :- નાગપુર હિંસા અને ઔરંગઝેબ વિવાદ અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું મોટું નિવેદન, જાણો શું છે