ગુજરાત સરકારે રાજ્યની હોટેલોમાં દારુના વેચાણની વિધાનસભામાં માહિતી આપીઃ જાણો શું કહ્યું?


ગાંધીનગર, 19 માર્ચ 2025 : ગાંધીના ગુજરાતમાં દારૂબંધી તો માત્ર નામ પૂરતી જ છે, રાજ્યમાં દારૂ વેચાણના પરમિટ ધરાવતા હોટલોની સંખ્યા પણ વધતી જ રહી છે. liquor sell in hotels of ahmedabad and gandhinagar ગુજરાત રાજ્ય સરકારે વિધાનસભામાં પુછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું તે પરથી આ સ્પષ્ટ થયું છે.
એટલું જ નહિ ફેબ્રુઆરી 2023 થી જાન્યુઆરી 2024 સુધી દારૂ વેચાણમાંથી 14.45 કરોડ રૂપિયાની આવક થઇ હતી. જ્યારે તાજેતરમાં ફેબ્રુઆરી 2024 થી જાન્યુઆરી 2025 દરમિયાન આવક વધીને 19.53 કરોડ રૂપિયા થઈ ગઈ છે. દારૂ વેચાણમાંથી મળતી કર આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
અમદાવાદ શહેરમાં અત્યારે 20 અને ગાંધીનગર શહેરમાં 4 હોટલોને દારૂ વેચવાની પરમિશન આપી છે. સાથે જ ગ્રામીણ વિસ્તારમાં અમદાવાદમાં 2 અને ગાંધીનગરમાં 2 હોટલો એમ ગુજરાત સરકારે 28 હોટલોને દારૂ વેચવાની મંજૂરી આપી છે. રાજ્ય સરકારે એમ પણ સ્પષ્ટ કર્યું છે કે છેલ્લા બે વર્ષમાં કોઈ પણ હોટલના પરમિટ સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી.
દારૂ પરમિટ અને વેચાણની સાથે રાજ્યમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસ પણ વધી રહ્યા છે. તાજેતરમાં રજૂ કરાયેલા વિધાનસભાના એક રિપોર્ટ મુજબ, વર્ષ 2023માં દારૂ પી વાહન ચલાવવાના કુલ 27,495 કેસ નોંધાયા હતા. જે પહેલાંના વર્ષ 2021-22ના 13,153 કેસની તુલનામાં બમણો ઉછાળો દર્શાવે છે.
રાજ્યમાં દારૂ આરોગ્ય પરમિટની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. વર્ષ 2024માં આ સંખ્યા 3.5% વધી છે અને કુલ 45,000 પરમિટ ધારકો નોંધાયા છે. દારૂ પરમિટ મેળવવા માટે રૂ. 4,000ના ખર્ચ સાથે આરોગ્ય તપાસ તથા અરજીની પ્રક્રિયા પણ છે, જ્યારે દર વર્ષે રૂ. 2,000ની રિન્યુઅલ ફી પણ ચૂકવવી પડે છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ આવા આંકડા ચિંતાજનક ગણાઈ રહ્યા છે.
આ પણ વાંચો : નાગપુર હિંસા અને ઔરંગઝેબ વિવાદ અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું મોટું નિવેદન, જાણો શું છે