ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

સુનીતાના કમબેક પર PM મોદીએ કહ્યું, Welcom back ક્રુ-9, આ મિશન…

Text To Speech
  • PM મોદીએ ભારતીય મૂળના નાસા અવકાશવિજ્ઞાની સુનીતા સાથેની તેમની મુલાકાતનો એક જૂનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે

HD ન્યુઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુનીતા વિલિયમ્સના પરત ફરવા પર ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ ભારતીય મૂળના નાસા અવકાશવિજ્ઞાની સુનીતા સાથેની તેમની મુલાકાતનો એક જૂનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. નરેન્દ્ર મોદીએ ‘X’ પર લખ્યું છે, Welcom back ક્રૂ 9! … પૃથ્વી તમને મિસ કરતી હતી. આ તમારી ધીરજ, હિંમત અને અપાર માનવ ભાવનાની કસોટી રહી છે.

મજબૂત સંકલ્પ લાખો લોકોને પ્રેરણા આપશે

પીએમ મોદીએ આગળ લખ્યું કે, સુનીતા વિલિયમ્સ અને ક્રૂ 9 અવકાશ વિજ્ઞાનીઓએ ફરી એકવાર આપણને જણાવ્યું છે કે દ્રઢતાનો ખરેખર શું અર્થ થાય છે. તેમનો મજબૂત સંકલ્પ હંમેશા લાખો લોકોને પ્રેરણા આપશે. પીએમએ લખ્યું કે આ મિશન માનવ ક્ષમતાઓની મર્યાદાઓને આગળ વધારવાનું છે. તે તમને સપના જોવાની હિંમત આપે છે અને તે સપનાઓને વાસ્તવિકતામાં ફેરવવાની તાકાત આપે છે.

સુનિતા એક પથદર્શક અને આઇકોન

પીએમ મોદીએ લખ્યું છે કે સુનીતા વિલિયમ્સ એક પથદર્શક અને આઇકોન છે. સુનીતાએ તેની કારકિર્દી દરમિયાન આ ભાવનાનું ઉદાહરણ આપ્યું છે. અમને તે દરેક વ્યક્તિ પર ખૂબ ગર્વ છે જેમણે તેમની સુરક્ષિત વાપસી માટે અથાક મહેનત કરી છે. તેમણે દર્શાવ્યું છે કે જ્યારે ચોકસાઈ જુસ્સા સાથે મળે છે અને ટેકનોલોજી સાથે દ્રઢતા મળે છે ત્યારે શું થાય છે.

આ પણ વાંચોઃ નાગપુર હિંસા અને ઔરંગઝેબ વિવાદ અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું મોટું નિવેદન, જાણો શું છે

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button