ટ્રેન્ડિંગનેશનલ

લેન્ડ ફોર જોબ કેસમાં પૂછપરછ માટે ED સમક્ષ લાલુ પ્રસાદ યાદવ હાજર થયા

પટના, 19 માર્ચ : રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ લેન્ડ ફોર જોબ કેસમાં પૂછપરછ માટે પટનામાં ED ઓફિસમાં તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થયા હતા.  અહીં અધિકારીઓએ તેમને પ્રશ્નો પૂછ્યા હતા. રેલવેમાં નોકરીના બદલામાં જમીન આપવાના આરોપો પર લાલુ યાદવની પૂછપરછ કરવામાં આવી હતી. લાલુ યાદવ પરિવાર નોકરી બદલ જમીન કેસમાં તપાસ હેઠળ છે. મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને તેમના પુત્ર તેજ પ્રતાપની લાંબી પૂછપરછ કરી હતી.  EDના અધિકારીઓએ બંનેને અલગ-અલગ રૂમમાં બેસાડ્યા અને પ્રશ્નો પૂછ્યા હતા. આજે લાલુ પ્રસાદ યાદવ પણ ED સમક્ષ હાજર થઈ રહ્યા છે.

આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું કે, એજન્સીઓ તમામ ભાજપની ટીમ છે, તેમના તમામ કામ હવે બિહારમાં દેખાશે. અમને કોઈ પરવા નથી, અમે કાયદાનું પાલન કરીશું. જો બોલાવવામાં આવશે તો અમે જઈશું, પરંતુ આ બધી બાબતોને તેની સાથે કોઈ લેવાદેવા નથી. ભાજપ ડરમાં છે, તેથી જ તે આ બધું કરે છે, અમે બિહારમાં સરકાર બનાવીશું.

સૂત્રોના જણાવ્યા અનુસાર EDની ટીમ રાબડી દેવીની પૂછપરછ દરમિયાન ઘણા સવાલોના જવાબ જાણવા માંગતી હતી. જોકે, તેણીએ ઘણા પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું હતું. EDના સૂત્રોનું કહેવું છે કે આ કેસમાં કેટલાક વધારાના તથ્યો પ્રકાશમાં આવતાં નવેસરથી તપાસ જરૂરી બની ગઈ છે. રાબડી, તેજ પ્રતાપ અને લાલુના નિવેદન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નોંધવામાં આવી રહ્યા છે.

જાણો રાબડી દેવીને EDએ કયા સવાલો પૂછ્યા

  1. દિલ્હીમાં ન્યુ ફ્રેન્ડ્સ કોલોનીમાં આવેલો બંગલો કેવી રીતે લેવામાં આવ્યો?
  2. પટનામાં સગુણા મોડ એપાર્ટમેન્ટની જમીન કેવી રીતે ખરીદવામાં આવી?
  3. આ મિલકતોની ખરીદી માટે પૈસા ક્યાંથી આવ્યા?
  4. તમારા નામે જમીન કેવી રીતે સંપાદિત કરવામાં આવી?
  5. તમે તે લોકોને કેવી રીતે જાણો છો કે જેમની પાસેથી નોકરીના બદલામાં જમીન લેવામાં આવી હતી?
  6. રેલ્વેમાં જે લોકોને નોકરી આપવામાં આવી હતી તે લોકોને તમે પ્રથમ ક્યારે મળ્યા?
  7. રેલવેમાં નોકરી મેળવનારા લોકો તમારા સંપર્કમાં કેવી રીતે આવ્યા?

EDએ લંચ અને દવા અંગે કહ્યું

સૂત્રોના જણાવ્યા અનુસાર, રાબડી દેવીએ EDના મોટાભાગના પ્રશ્નોના સ્પષ્ટ જવાબ આપ્યા નથી. રાબરીએ મોટાભાગના પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું હતું. EDની ટીમે રાબડી દેવીને લંચ માટે પણ કહ્યું અને એમ પણ કહ્યું કે તમારે કોઈ દવા લેવી હોય તો લેવી જોઈએ.

આ પહેલા જ્યારે રાબડી દેવી સવારે ED ઓફિસ પહોંચ્યા હતા ત્યારે તેમની પુત્રી મીસા ભારતી તેમની સાથે હતી.  મીસાએ કહ્યું, EDએ રાબડી દેવી અને તેજ પ્રતાપ યાદવને પૂછપરછ માટે બોલાવ્યા છે. અમે તમામ પ્રશ્નોના જવાબ આપતા આવ્યા છીએ. તેઓ તેમની ફરજ નિભાવી રહ્યા છે અને અમે અમારી જવાબદારી નિભાવી રહ્યા છીએ.  અમારા કાર્યકર્તાઓ જે બહાર છે તેઓ તેમની ફરજ બજાવી રહ્યા છે. પિતાને (લાલુ યાદવ) આવતીકાલે બોલાવવામાં આવ્યા છે.

શું છે સમગ્ર મામલો?

EDએ ગયા વર્ષે દિલ્હીની એક કોર્ટમાં લાલુ પરિવારના સભ્યો વિરુદ્ધ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં રાબડી દેવી અને તેમની પુત્રીઓ મીસા ભારતી અને હેમા યાદવને આરોપી તરીકે નામ આપવામાં આવ્યા હતા.  એવો આરોપ છે કે લાલુ યાદવે કેન્દ્રમાં યુપીએ-1 સરકારમાં રેલ્વે મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન 2004-2009 દરમિયાન ભારતીય રેલ્વેમાં ગ્રુપ ડીની નિમણૂંકોમાં ભ્રષ્ટાચાર આચર્યો હતો.

આ પણ વાંચો :- દિલ્હી : AAP સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન સામે 7 કરોડની લાંચનો આક્ષેપ, ગુનો નોંધાયો

Back to top button