

HD ન્યુઝ ડેસ્ક : મુંબઈ ઈન્ડિયન્સ ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 18મી સીઝનમાં પોતાની પહેલી મેચ તેના કેપ્ટન હાર્દિક પંડ્યા વિના રમશે. છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી કે પ્રથમ મેચ માટે કયા ખેલાડીને કેપ્ટનશીપની જવાબદારી મળશે. હવે હાર્દિક પંડ્યાએ પોતે મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા આયોજિત પ્રી-સીઝન પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો ખુલાસો કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી મેચ પછી સ્લો ઓવર રેટને કારણે હાર્દિક પંડ્યા પર ગત આઈપીએલ સીઝનમાં એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે તે આ સીઝનની પહેલી મેચ રમી શકશે નહીં.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
હાર્દિકે પુષ્ટિ કરી કે સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ સંભાળશે.
IPL 2025 સીઝન 22 માર્ચથી શરૂ થશે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ 23 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ સામે પોતાની પહેલી મેચ રમશે. પ્રી-સીઝન પ્રેસ કોન્ફરન્સમાં પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં હાર્દિક પંડ્યાએ સ્પષ્ટ કર્યું કે સૂર્યકુમાર યાદવ ટીમનું નેતૃત્વ કરશે. હાર્દિકે પોતાના જવાબમાં કહ્યું કે સૂર્યકુમાર યાદવ હાલમાં ભારતીય T20 ટીમના કેપ્ટન છે અને આવી સ્થિતિમાં, જો હું નહીં રમું તો, સૂર્યા મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કેપ્ટનશીપ માટે સૌથી યોગ્ય છે, જેમાં તે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં આ જવાબદારી નિભાવતો જોવા મળશે.
હું ભાગ્યશાળી છું કે મારી ટીમમાં ત્રણ કેપ્ટન છે
ગયા સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કેપ્ટનશીપ સંભાળનાર હાર્દિક પંડ્યાને તે સમયે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે પ્રી-સીઝન પ્રેસ કોન્ફરન્સમાં, તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે તેઓ પોતાને ખૂબ જ ભાગ્યશાળી માને છે કે તેમની ટીમમાં ત્રણ મોટા કેપ્ટન રમતા જોવા મળશે, જેમાં રોહિત, સૂર્યા અને બુમરાહના નામ સામેલ છે, જે મને યોગ્ય સમયે સતત મહત્વપૂર્ણ સૂચનો આપશે.
આ પણ વાંચો : ગુજરાત એસટી વિભાગમાં કંડકટરની જગ્યા માટેના ઉમેદવારનું મેરીટ રાત્રે વેબસાઈટ ઉપર મુકાશે