ટ્રેન્ડિંગનેશનલ

સીમા હૈદર અને સચિન મીણાના ઘરે જન્મેલી દીકરી શું ‘હિન્દુસ્તાની’ ગણાશે, જાણો શું કહે છે ભારતના કાયદા

નોઈડા, 19 માર્ચ 2025: પબજીવાળા પ્રેમ બાદ ચાર બાળકોને લઈને પાકિસ્તાનથી ભારતમાં આવેલી સીમા હૈદર ફરી એક વાર માતા બની છે. સીમા હૈદરે સચિન મીણાની પહેલી દીકરીને જન્મ આપ્યો છે. seema haider sachin meena daughter citizenship જો કે ગ્રેટર નોઈડાના રબૂપુરા ગામમાં રહેતા સચિનની દીકરીની નાગરિકતા પર અનેક સવાલો થઈ રહ્યો છે. સીમા હૈદરની એક ભૂલના કારણે તેની નાગરિકતા પર સવાલો ઊભા થઈ રહ્યા છે.

સીમા હૈદર મે 2023માં નેપાળના રસ્તે ભારતમાં દાખલ થઈ હતી. કોઈ પણ વીઝા-પાસપોર્ટ વિના તે નેપાળ સરહદ ઓળંગીને ચૂપચાપ ગ્રેટર નોઈડામાં પ્રેમી સચિન મીણા સાથે રહેવા આવી ગઈ. થોડા મહિના બાદ જ્યારે પોલ ખુલી તો બંનેની ધરપકડ કરી લીધી હતી. બાદમાં તેમને જામીન મળી ગઈ હતી. સીમા હૈદરે બાદમાં સચિન મીણા સાથે લગ્ન પણ કરી લીધા અને તેના ઘરમાં રહેવા લાગી. પણ ભારતમાં ગેરકાયદેસર રીતે એન્ટર થવાનો તેનો કેસ કોર્ટમાં હજુ પેન્ડીંગ છે.

ભારતીય નાગરિકતા કાયદાની જોગવાઈઓ અનુસાર, ભારતમાં જન્મેલું દરેક બાળક ભારતીય નાગરિક હશે, જો તેના માતાપિતા અહીંના નાગરિક હોય. જો માતાપિતામાંથી કોઈ એક વિદેશી હોય તો પણ બાળક ભારતીય નાગરિકતા મેળવે છે. પરંતુ આ સાથે એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે માતા કે પિતા વિદેશી છે તેમણે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો ન હોવો જોઈએ. બાળકના જન્મ સમયે તેની પાસે માન્ય વિઝા અને પાસપોર્ટ હોવો આવશ્યક છે. સીમા હૈદર આ શરત પૂરી કરતી નથી. આવી સ્થિતિમાં, સીમા અને સચિનની આ પુત્રીએ જન્મથી ભારતીય નાગરિકતા મેળવી નથી. જો સીમા હૈદર માન્ય વિઝા અને પાસપોર્ટ સાથે આવી હોત, તો તે છોકરી ભારતીય હોત.

નિષ્ણાતો શું કહે છે

સીમાના ગર્ભાવસ્થાના સમાચાર ફેલાતા, અમે આ વિશે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ રુદ્ર વિક્રમ સિંહ સાથે વાત કરી. તેમણે કહ્યું, ‘સીમા હૈદર અને સચિન મીનાના બાળકને ભારતીય નાગરિકતા મળી શકે નહીં જ્યાં સુધી એ સાબિત ન થાય કે સીમા કાયદેસર રીતે ભારત આવી હતી.’ નાગરિકતા કાયદાની કલમ 3C (ii) સ્પષ્ટ કરે છે કે બાળકના જન્મ સમયે, માતાપિતામાંથી એક ભારતીય નાગરિક હોવો જોઈએ અને બીજો ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતો ન હોવો જોઈએ.

બીજી તરફ, સચિન મીણાના વકીલ એપી સિંહનો દાવો છે કે સીમા હૈદરે ભારતમાં પ્રવેશતા પહેલા નેપાળમાં જ સચિન મીણા સાથે લગ્ન કર્યા હતા. આ આધારે તે ભારતીય હોવાનો દાવો કરે છે. જોકે, આ અંગે કોર્ટ દ્વારા હજુ નિર્ણય લેવાનો બાકી છે. તે જ સમયે, એપી સિંહે સીમા હૈદર માટે નાગરિકતા માટે રાષ્ટ્રપતિ સમક્ષ અરજી પણ દાખલ કરી હતી.

આ પણ વાંચો: સુનીતા વિલિયમ્સ પરત ફર્યા હવે વધુ એક ભારતીય અંતરિક્ષ યાત્રી અવકાશમાં જશે, 14 દિવસ રહીને નવો કીર્તિમાન સર્જશે

Back to top button