ખતરનાક લવ સ્ટોરી: પ્રેમી સાથે મળીને પત્નીએ પતિના ટુકડા કરી ડ્રમમાં ભરી દીધા, બાદમાં સિમેન્ટ ભરી દીધી

મેરઠ, 19 માર્ચ 2025: ઉત્તર પ્રદેશના મેરઠના એક ઘરમાં જામેલી સિમેન્ટથી ભરેલા પ્લાસ્ટિકના ડ્રમમાંથી મૃતદેહના ટુકડા મળતા હડકંપ મચી ગયો હતો. મર્ચેન્ટ નેવીમાં નોકરી કરનારા શખ્સ સૌરભ રાજપૂતની હત્યા આ મામલામાં કોઈ અન્ય નહીં પણ તેની પત્ની અને તેના બોયફ્રેન્ડે કરી છે, જેમની ધરપકડ થઈ ગઈ છે.
ડ્રમમાં લાશના ટુકડા અને સિમેન્ટ ભરી દીધી
સૌરભની પત્નીએ બોયફ્રેન્ડ સાથે મળીને તેની હત્યા કરી નાખી. બાદમાં લાશના ટુકડા કર્યા અને લાશને એક પ્લાસ્ટિકના ડ્રમમાં રાખીને તેમાં સિમેન્ટ ઘોળીને ભરી દીધી. પોલીસે આ મામલામાં બંનેની ધરપકડ કરી છે અને પૂછપરછ ચાલી રહી છે. 2 કલાકની ભારે મહેનત બાદ ડ્રમ ન ખુલ્યો તો પોલીસે તેને કબ્જામાં લઈ પોસ્ટમોર્ટમ હાઉસમાં મોકલાવી દીધા. જ્યાં ડ્રમ કાપીને લાશને બહાર કાઢવામાં આવી. કહેવાય છે કે, સિમેન્ટ કઠણ હોવાથી લાશ જામી ગઈ હતી. આ દરમ્યાન મૃતકના ઘર બહાર ભીડ જામી ગઈ હતી.
પરિવારની મરજી વિરુદ્ધ જઈને કર્યા હતા લવ મેરેજ, 5 વર્ષની દીકરી પણ છે
હકીકતમાં જોઈએ તો, આ મામલો મેરઠના બ્રહ્મપુરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ઈંદિરાનગરનો છે. જ્યાં મર્ચેન્ટ નેવીમાં કામ કરનારા સૌરભ રાજપૂત પોતાની પત્ની મુસ્કાન રસ્તોગી અને 5 વર્ષની દીકરી સાથે રહેતો હતો. કહેવાય છે કે હાલમાં જ તેનું પોસ્ટીંગ લંડનમાં થયું હતું. એવું પણ કહેવાય છે કે, સૌરભ થોડા દિવસ પહેલા લંડનથી મેરઠ આવ્યો હતો. સૌરભે 2016માં લવ મેરેજ કર્યા હતા. ત્યાર બાદથી તેને પરિવાર સાથે ઝઘડો ચાલતો હતો. તે 3 વર્ષ પહેલા સૌરભ પત્ની મુસ્કાન સાથે ઈંદિરાનગરમાં ભાડાના મકાનમાં રહેતો હતો. તેમને એક 5 વર્ષની દીકરી પણ હોવાનું કહેવાય છે.
ફળિયાના લોકોને 10 દિવસ સુધી ગુમરાહ કરતી રહી
4 માર્ચના રોજ સૌરભ મેરઠ આવ્યા હતો. કહેવાય છે કે, મુસ્કાને 10 દિવસ પહેલા ફળિયાના લોકોને જણાવ્યું હતું કે તે પતિ સાથે ફરવા માટે હિમાચલ જઈ રહી છએ અને ત્યાર બાદ ઘરના ગેટને તાળા લગાવી દીધા. ત્યાર બાદ કોઈએ મુસ્કાન અથવા સૌરભને જોયા નહીં. આ દરમ્યાને તમામ વાત પોતાની માતાને જણાવી કે કેવી રીતે તેણે પ્રેમી સાથે મળીને સૌરભની હત્યા કરી દીધી. ત્યાર બાદ મુસ્કાનની માતા પણ પોલીસ ચોકીએ પહોંચી અને પોલીસને આખી ઘટના જણાવી.
પોલીસે મુસ્કાનની ધરપકડ કરી તો આખો મામલો સામે આવ્યો. સામે આવ્યું કે, પત્ની મુસ્કાને પોતાના પ્રેમી સાહિલ સાથે મળીને સૌરભની હત્યા કરી નાખી. તેની લાશને પ્લાસ્ટિકના ડ્રમમાં રાખી અને પછી ડ્રમમાં સિમેન્ટ ભરી દીધી. જેનાથી લાશ અંદર જામી ગઈ, જેથી લોકોને ખબર ન પડે કે તેને મકાનની અંદર જ છુપાવ્યો છે.
આ પણ વાંચો: ટેકઓફ કર્યાના થોડા જ સમયમાં દરિયામાં ક્રેશ થયું વિમાન, ખ્યાતનામ સંગીતકાર સહિત 12 લોકોના મૃત્યુ