ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

Market Pre-Open: ગિફ્ટ નિફ્ટીમાં મજબૂતાઇ, શોર્ટ કવરીંગ મોટા પ્રમાણમાં જોવા મળે તેવી શક્યતા

Text To Speech

મુંબઇ, 19 માર્ચઃ ગિફ્ટ નિફ્ટીમાં મજબૂતાઇ જોવા મળી રહી છે ત્યારે ભારતીય શેરબજારમાં નિફ્ટી પ્રારંભમાં જ ઊછાળા સાથે ખુલવાની શક્યતા છે. તેની સાથે શોર્ટ કવરીંગની પણ મોટા પ્રમાણમાં શક્યતા જોવા મળી રહી છે. આ સાથે નુકસાની વેઠી છે તેવા રોકાણકારો નફો ગાંઠે બાંધતા પણ જોવા મળશે. જોકે અમેરિકામાં ટેકનોલોજી આધારિત વેચવાલીને પગલે એશિયન બજારો મિશ્ર રહ્યા હતા. ત્યારે જાપાનના નિર્દેશાંકોમાં થોડો વધારો થયો હતો, તેમજ દક્ષિણ કોરિયાનું માર્કેટ મજબૂતાઇ ખુલ્યા બાદ વોલેટીલિટી જોવા મળી હતી.

નિફ્ટી અને સેન્સેક્સ

ગઇકાલે રોકાણકારોને બખ્ખા કરાવ્યા બાદ આજે નિફ્ટી અને સેન્સેક્સ મજબૂત ખુલવાની શક્યતા છે. એક નોંધવા લાયક બાબત એ છે કે શેરબજાર પોઝીટીવ સંકેતોને પગલે ઊછાળાની એક પણ તક ચૂકતુ નથી. આગામી સમયમાં અનેક પડકારો આવી રહ્યા છે ત્યારે નફો ગાંઠે બાંધી લેવાની મનોવૃત્તિ હાલમાં પ્રબળ છે જે બજારને નવી ઊંચાઇએ પહોંચાડી શકે છે.

આજે આ પરિબળો પર નજર રાખવી જોઇએ

અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા એફઓએમસી બે દિવસીય બેઠક બાદ આ જે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. રોકાણકારો ફેડના આર્થિક અનુમાનો અને ‘ડોટ પ્લોટ’ (ભવિષ્યમાં વ્યાજ દરો કેવા રહેશે તેનો ત્રિમાસિક સર્વે) પરથી ભવિષ્યના વ્યાજ દરની દિશા અંગેની જાણકારી મેળવવા તત્પર છે. ફેડના ચેરમેન જેરોમ પોવેલની ટિપ્પણીઓ પર સૌની નજર ટકેલી છે.

સિઝફાયરના સમાચાર

ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્હાદિમીર પુટીને યુક્રેન યુદ્ધ વિશે ચર્ચા કરી હતી, જેમાં શાંતિ વાર્તાને આગળ ધપાવવાની સંમતિ સધાઇ હતી. વ્હાઇટ હાઉસે આ વાટાઘાટને ફળદાયી ગણાવી હતી જેમાં બન્ને નેતાઓ હંગામી સિઝાફાયર અંગે સંમતિ સાધી હતી.

ગોલ્ડનો દર

વૈશ્વિક અનિશ્ચિતતાને પગલે અને વધી રહેલા વેપારી તણાવને કારણે ગોલ્ડના ભાવ વિક્રમી મથાળે સ્પર્શી ગયા છે. વર્ષના પ્રારંભથી લઇને અત્યાર સુધીમા ગોલ્ડના ભાવમા 14 ટકાનો વધારો થયો છે, ત્યારે અમેરિક વેપાર નીતિઓને કારણે અત્યાર અનેક સર્વોચ્ચ મથાળાઓ પ્રાપ્ત કર્યા છે.

આ પણ વાંચોઃ સમુદ્રમાં લેન્ડ કરતા જ સુનીતા વિલિયમ્સનું હજારો માછલીઓએ કર્યું ઉમળકાભેર સ્વાગત, જુઓ અદ્ભૂત વીડિયો

Back to top button