ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડવીડિયો સ્ટોરી

સમુદ્રમાં લેન્ડ કરતા જ સુનીતા વિલિયમ્સનું હજારો માછલીઓએ કર્યું ઉમળકાભેર સ્વાગત, જુઓ અદ્ભૂત વીડિયો

Text To Speech

ફ્લોરિડા, 19 માર્ચ 2025: સુનીતા વિલિયમ્સ સુરક્ષિત અને સ્વસ્થ ધરતી પર પરત ફર્યા છે. જ્યારે તેમને લઈને આવેલી કેપ્સૂલ ડ્રેગને ફ્લોરિડા નજીક દરિયામાં લેન્ડીંગ કર્યું તો આ ક્ષણ મનુષ્યની વિજ્ઞાન યાત્રાનો એક અવિશ્વસનિય પડાવ હતો. ભારત સહિત દુનિયાભરમાં કરોડો લોકો નાસાના લાઈવ ટેલીકાસ્ટને પોતાના ગેજેટ્સ પર જોઈ રહ્યા હતા. જેવું ડ્રેગન કેપ્સૂલ દરિયામાં ઉતર્યું કે જોરદાર અવાજ સાથે પડ્યું અને ત્યાં અદ્ભૂત દ્રશ્ય છવાઈ ગયું. દરિયામાં સુનીતાના યાનને ડોલ્ફિન માછલીઓએ ઘેરી લીધું અને તેઓ સમુદ્રમાં માછલીઓ ઉછળવા લાગી. એવું લાગ્યું જાણે માછલીઓ પણ 9 મહિના બાદ ધરતી પર પરત ફરેલા સુનીતા વિલિયમ્સનું ઉમળકાભેર સ્વાગત કરી રહી છે.

સુનીતા વિલિયમ્સને ધરતી પર પરત લાવવામાં મહત્ત્વનો રોલ નિભાવનારા એલન મસ્કે આ વીડિયોને એક્સ પર રીપોસ્ટ કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે.

અહીં ઉલ્લેખનિય છે કે આ મિશનને સફળતા થતાંની સાથે જ સ્પેસમાં 9 મહિના સુધી ફસાયેલા સુનીતા વિલિયમ્સ પોતાના સાથી બૂચ વિલ્મોર પણ ધરતી પર પરત ફર્યા છે. આ મિશનમાં બે અન્ય સાથી નિક હેગ અને રશિયન અંતરિક્ષ યાત્રી ગોર્બૂનોવ પણ સ્પેસમાંથી પરત ફર્યા છે.

અહીં ઉલ્લેખનિય છે કે, મંગળવારે સવારે અવકાશયાનનો દરવાજો બંધ થઈ ગયો અને થોડા સમય પછી અવકાશયાન સ્પેસ સ્ટેશનથી અલગ થઈ ગયું. આ પછી, બુધવારે સવારે 2:41 વાગ્યે ડીઓર્બિટ બર્ન શરૂ થયું. એટલે કે, અવકાશયાનનું એન્જિન ભ્રમણકક્ષાથી વિરુદ્ધ દિશામાં ફાયર કરવામાં આવ્યું હતું. આ કારણે, અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું અને સવારે 3:27 વાગ્યે તે ફ્લોરિડાના દરિયાકાંઠે પાણીમાં ઉતર્યું હતું.

આ પણ વાંચો: સમગ્ર દુનિયા માટે ખુશખબર: સુનીતા વિલિયમ્સ સહિત 3 અન્ય અવકાશ યાત્રીઓ ધરતી પર સહીસલામત પરત ફર્યા

Back to top button