ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

સમગ્ર દુનિયા માટે ખુશખબર: સુનીતા વિલિયમ્સ સહિત 3 અન્ય અવકાશ યાત્રીઓ ધરતી પર સહીસલામત પરત ફર્યા

Text To Speech

ફ્લોરિડા, 19 માર્ચ 2025: ભારતીય મૂળના અમેરિકી અંતરિક્ષ વિજ્ઞાની સુનીતા વિલિયમ્સ અને તેમના 3 સાથીઓ અંતરિક્ષ યાત્રીઓને લઈને sunita Williams returns ફ્લોરિડાના સમુદ્રમાં લેન્ડીંગ કરનારી ડ્રેગન કેપ્સૂલને અચાનક કેટલીય વિશાળકાય ડોલ્ફિન માછલીઓએ ઘેરી લીધી. સુનીતા વિલિયમ્સ, બૂચ વિલ્મોર, એલેક્ઝેંડર ગોર્બુનોવ અને નિક હેગે કેપ્સૂલની અંદર બેઠા બેઠા જોયું કે કેટલીય ડોલ્ફિન તેમની આજુબાજુમાં મંડરાઈ રહી છે. આ દરમ્યાન રેસ્ક્યૂ ટીમ પણ તેમની નજીક હતી. પણ ડોલ્ફિન વારંવાર કેપ્સૂલ નજીક આવી રહી હતી. જાણે સુનીતા વિલિયમ્સ સહિત તમામ અંતરિક્ષ વિજ્ઞાનીઓના સ્વાગત કરવા માટે ઉત્સુક હોય.


તમે વિડીયોમાં સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલની આસપાસ ડોલ્ફિનની એક ટોળી પણ જોઈ શકો છો, જેને હવે સોશિયલ મીડિયા પર જુદા જુદા લોકો શેર કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લાઈવ લેન્ડિંગ દરમિયાન, કેપ્સ્યુલની આસપાસ ઘણી ડોલ્ફિન હાજર હોય છે.

અહીં ઉલ્લેખનિય છે કે, લગભગ 9 મહિના પછી, સુનિતા તેના સાથી વિલ્મોર સાથે અવકાશથી પૃથ્વી પર પરત ફર્યા છે. આ સમયગાળા દરમિયાન, તેમણે અવકાશમાં 150 થી વધુ પ્રયોગો કર્યા અને 62 કલાક સુધી સ્પેસવોક પણ કર્યું. નાસાએ પણ સફળ ઉતરાણ માટે સ્પેસએક્સની સાથે તેની વૈજ્ઞાનિક ટીમને અભિનંદન પાઠવ્યા છે.

ફ્લોરિડાના દરિયાકાંઠે પાણીમાં ઉતર્યું

અહીં ઉલ્લેખનિય છે કે, મંગળવારે સવારે અવકાશયાનનો દરવાજો બંધ થઈ ગયો અને થોડા સમય પછી અવકાશયાન સ્પેસ સ્ટેશનથી અલગ થઈ ગયું. આ પછી, બુધવારે સવારે 2:41 વાગ્યે ડીઓર્બિટ બર્ન શરૂ થયું. એટલે કે, અવકાશયાનનું એન્જિન ભ્રમણકક્ષાથી વિરુદ્ધ દિશામાં ફાયર કરવામાં આવ્યું હતું. આ કારણે, અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું અને સવારે 3:27 વાગ્યે તે ફ્લોરિડાના દરિયાકાંઠે પાણીમાં ઉતર્યું હતું.

તમામ અવકાશયાત્રીઓને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા

ડ્રેગન અવકાશયાનના સફળ ઉતરાણ પછી, સુનિતા વિલિયમ્સ સહિત તમામ અવકાશયાત્રીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ડ્રેગનમાંથી બહાર આવતાની સાથે જ બધા અવકાશયાત્રીઓએ કેમેરા તરફ જોયું, હાથ હલાવીને ઘરે પાછા ફરવાની ખુશી વ્યક્ત કરી. આ સાથે, 9 મહિના પછી પૃથ્વી પર પાછા ફરવાની ખુશી પણ તેમના ચહેરા પર જોઈ શકાય છે.


આ પણ વાંચો: ધરતી પર પરત ફર્યા બાદ સુનીતા વિલિયમ્સને આટલી તકલીફોનો સામનો કરવો પડશે, સ્ટ્રેચર પર લઈ જવા પડશે

Back to top button