આયાતને નિયંત્રિત કરવા ભારત સરકારની કેટલીક સ્ટીલ પ્રોડક્ટ્સ પર 12% હંગામી કરની ભલામણ


નવી દિલ્હી, 19 માર્ચઃ આયાતને નિયંત્રિત કરવા માટે ભારતે કેટલીક સ્ટીલ પ્રોડક્ટ પર સેફગાર્ડ ડ્યૂટી તરીકે જાણીતી 12 ટકા જકાતની ભલામણ કરી છે. 12 ટકા જકત નાખવાનું પગલું ગંબીર ઇજા અને ઘરેલુ ઉદ્યોગ પરના સંકટને દૂર કરશે એમ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ (DGTR)એ એક નોટિસમાં જણાવ્યું હતું.
નોટિસમાં વધુમાં પોતાના તારણો પર 30 દિવસની અંદર ટિપ્પણીઓ મંગાવવામાં આવી છે, જેના પગલે કોઇ પણ નિર્ણય લેતા પહેલા કોઇ નક્કર નરિઅમય પર પહોંચી શકાય. પાછલા વર્ષે ડિસેમ્બરમાં સરકારે મહત્વની સ્ટીલ આયાત પર સેફગાર્ડ ડ્યૂટી અથવા હંગામી કર લાદવા વિશેની વિચારણા કરવા માટે એક તપાસ હાથ ધરી હતી.
ભારત વિશ્વમાં ક્રૂડ સ્ટીલનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, જેણે એપ્રિલથી જાન્યુઆરીમાં વિક્રમી જથ્તામાં નિકાસ કરી હતી, જ્યારે પહેલા એક આયાતકાર દેશ હતો. ભારત દ્વારા ચીન, દક્ષિમ કોરિયા અને જાપાનથી કરવામાં આવતા ફિનીશ્ડ સ્ટીલની આયાત નાણાંકીય વર્ષના પ્રથમ 10 મહિનાઓમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઇ છે. સસ્તા ચાઇનીઝ સ્ટીલની આયાતે ભારતની નાની મિલોને પોતાની પ્રવૃત્તિઓમાં ઘટાડો કરવાની અને રોજગારીમાં કાપ મુકવાની ફરજ પાડી છે, કેમ કે આયાતને નિયંત્રિત કરવાનું વિચારતા દેશોમાં ભારત પણ જોડાઇ ગયુ છે.
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીર : માતા વૈષ્ણો દેવી મંદિરમાંથી લોડેડ પિસ્તોલ સાથે મહિલા મળી આવતા ખળભળાટ