ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ઈમ્યુનિટી વધારવા ડાયેટમાં સામેલ કરો ચાર વસ્તુઓ, ઈન્ફેક્શનથી બચશો

  • ન્યુટ્રિશન એક્સપર્ટ ઈમ્યુનિટી વધારવા ડાયેટમાં અમુક વસ્તુઓ લેવાની ભલામણ કરે છે, જે તમને સીઝનલ ફ્લૂ અને બીમારીઓથી બચાવી શકે છે

HD ન્યુઝ ડેસ્કઃ ઋતુ બદલાય ત્યારે રોગોથી બચવા માટે સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવો ખૂબ જ જરૂરી છે. યોગ્ય આહાર આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને સીઝનલ ઈન્ફેક્શનથી પણ બચાવે છે. તમારા રોજિંદા આહારમાં બદામ, સીઝનલ ફળો અને લીલા શાકભાજીનો સમાવેશ કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે, જે તેને ઈન્ફેક્શન સામે લડવાની શક્તિ આપે છે. ન્યુટ્રિશન એક્સપર્ટ અસરકારક અને ઈમ્યુનિટી  વધારવા ડાયેટમાં અમુક વસ્તુઓ લેવાની ભલામણ કરે છે, જે તમને સીઝનલ ફ્લૂ અને અન્ય બીમારીઓથી બચાવવામાં મદદ કરી શકે છે.

ઈમ્યુનિટી વધારવા ડાયેટમાં સામેલ કરો ચાર વસ્તુઓ, ઈન્ફેક્શનથી બચશો hum dekhenge news

1. બદામ (રોગપ્રતિકારક શક્તિ માટેનું સુપરફૂડ)

બદામ માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ પોષણનો ખજાનો પણ છે. તેમાં વિટામિન ઈ, ઝીંક, ફોલેટ અને આયર્ન સહિત 15 આવશ્યક પોષક તત્વો હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. દરરોજ મુઠ્ઠીભર બદામ ખાવાથી અથવા તેને નાસ્તામાં સામેલ કરવાથી હેલ્થને ફાયદો થાય છે. બદામ કુદરતી રીતે ક્રિસ્પી, સ્વાદિષ્ટ અને બહુઉપયોગી હોય છે અને દિવસમાં ગમે ત્યારે ખાઈ શકાય છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અનુસાર, નિયમિતપણે બદામ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેથી સ્વસ્થ રહેવા માટે તમે તમારા આહારમાં બદામનો સમાવેશ કરી શકો છો.

ઈમ્યુનિટી વધારવા ડાયેટમાં સામેલ કરો ચાર વસ્તુઓ, ઈન્ફેક્શનથી બચશો hum dekhenge news

2. ખાટા ફળો (વિટામિન સીનો કુદરતી સ્ત્રોત)

નારંગી, લીંબુ, મોસંબી અને ગ્રેપફ્રૂટ જેવા સાઇટ્રસ ફળો વિટામિન સીથી ભરપૂર હોય છે, જે શરીરમાં વ્હાઈટ બ્લડ સેલ્સના ઉત્પાદનમાં મદદ કરે છે. આ કોષો ચેપ સામે લડવાનું મુખ્ય કાર્ય કરે છે. દરરોજ એક ગ્લાસ ઓરેન્જ અથવા મોસંબીનો રસ પીવાથી શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન સી મળે છે. તેને સલાડ, ડિટોક્સ ડ્રિંક્સ અથવા સ્મૂધીના રૂપમાં પણ આહારમાં સામેલ કરી શકાય છે. આને નિયમિતપણે ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે અને તમે ફ્લૂ જેવા રોગોથી સુરક્ષિત રહી શકશો.

ઈમ્યુનિટી વધારવા ડાયેટમાં સામેલ કરો ચાર વસ્તુઓ, ઈન્ફેક્શનથી બચશો hum dekhenge news

3. લસણ (એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર)

લસણનો ઉપયોગ પ્રાચીન સમયથી તેના ઔષધીય ગુણો માટે કરવામાં આવે છે. તેમાં રહેલું એલિસિન નામનું તત્વ કીટાણુઓને ખતમ કરવામાં મદદ કરે છે. લસણમાં કુદરતી એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણધર્મો હોય છે, જે શરીરને ઈન્ફેક્શનથી બચાવે છે. તેને કઢી, સૂપ, શાકભાજી અને ચટણી સાથે ભેળવીને ખાવાથી સ્વાદ વધે છે અને સ્વાસ્થ્ય પણ સુધરે છે. તમે તેને તમારા આહારમાં સામેલ કરી શકો છો અને નાની મોટી બીમારીઓથી બચી શકો છો.

spinach

4. લીલા પાંદડાવાળા શાકભાજી (વિટામિન અને એન્ટીઑકિસડન્ટનું પાવરહાઉસ)

પાલક, સરગવાના પાન, આમળાના પાન, ફુદીનો વગેરે જેવા લીલા પાંદડાવાળા શાકભાજી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વિટામિન એ, વિટામિન સી અને ફોલેટથી ભરપૂર, આ શાકભાજી શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેનું સેવન કરી, ગ્રેવી, દાળ, સલાડ અને સૂપમાં રૂપમાં કરી શકાય છે. દરરોજ લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરીને શરીરને જરૂરી પોષણ આપી શકાય છે.

આ પણ વાંચોઃ ઘરની દિવાલો Wi-Fi નેટવર્ક માટે અવરોધરૂપ નહિ બને; સુપરફાસ્ટ કનેક્ટિવિટી મળશે; જાણી લો ટ્રીક

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button