ટ્રેન્ડિંગસ્પોર્ટસ

6,6,6,6,6,6, શ્રીલંકાના બેટ્સમેને તો ધમાલ મચાવી દીધી, 6 બોલમાં 6 છગ્ગા ફટકારી 35 બોલમાં સદી કરી નાખી

Thisara Perera hitting six sixes in an over: કોઈ પણ બેટ્સમેન માટે 6 બોલમાં 6 છગ્ગા લગાવવા કંઈ ખાવાના ખેલ નથી. પણ મોર્ડન ડે ક્રિકેટમાં આવી ઘટના સતત જોવા મળી રહી છે. હવે ફરી એક વાર વિશ્વ ક્રિકેટમાં એક બેટ્સમેને 6 બોલમાં 6 છગ્ગા લગાવીને દુનિયાની ચોંકાવી દીધી છે. વિશ્વ ક્રિકેટની વાત કરીએ તો, યુવરાજ સિંહ, હર્ષલ ગિબ્સ, કીરોન પોલાર્ડ, રવિ શાસ્ત્રી ઉપરાંત બીજા પણ બેટ્સમેન છે, જેમણે 6 બોલ પર છ છગ્ગા લગાવવાનું કામ કર્યું છે. તો વળી હવે શ્રીલંકાના થિસારા પરેરાએ (Former Sri Lankan cricketer Thisara Perera) એશિયન લીજેંડ્સ લીગની(Asian Legends League 2025) એલિમિનેટર મેચમાં અફઘાનિસ્તાન પઠાન્સ વિરુદ્ધ મેચમાં તોફાની અંદાજમાં બેટીંગ કરી અને ફક્ત 36 બોલમાં 108 રનની ઈનિંગ્સ રમી નાખી. પરેરાએ પોતાની ઈનિંગ્સ દરમ્યાન એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા. અહીં ઉલ્લેખનિય છે કે પરેરાએ 35 બોલમાં પોતાની સદી પુરી કરી હતી.

શ્રીલંકા લાયન્સના કપ્તાન તરીકે આ ટૂર્નામેન્ટ રમી રહી છે. પરેરાએ શ્રીલંકા લાન્સની ઈનિંગ્સની 20મી ઓવરમાં સ્પિનર અયાન ખાનની ઓવરમાં 6 છગ્ગા લગાવીને ફેન્સ વચ્ચે સનસનાટી ફેલાવી દીધી. અહીં ઉલ્લેખનિય છે કે, પરેરાએ આવું પહેલી વાર નથી કર્યું પણ 2021માં મેજર ક્લબ ટૂર્નામેન્ટમાં બ્લૂમફીલ્ડ ક્રિકેટ અને એથલેટિક ક્લબ વિરુદ્ધ મેચમાં આર્મી સ્પોર્ટ્સ ક્રિકેટ ક્લબ માટે રમતા એક ઓવરમાં 6 છગ્ગા લગાવ્યા હતા. હવે પરેરાએ ફરી એક વાર આવું જ કરતા ચાહકોને ચોંકાવી દીધા છે.

આ મેચની વાત કરીએ તો, પરેરાની આ શાનદાર ઈનિંગ્સના કારણે શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 230/3નો સ્કોર બનાવવામાં સફળ રહી, પરેરાએ 108 રનની ઈનિંગ્સ રમી, જેમાં 13 છગ્ગા અને બે ચોગ્ગા સામેલ હતા. પરેરા ઉપરાંત મેચમાં મેવન ફર્નાન્ડોએ 81 રનની ઈનિંગ્સ રમી. બાદમાં અફઘાનિસ્તાન પઠાન્સની ટીમે 20 ઓવરમાં 204/4 રન જ બનાવી શકી. શ્રીલંકા લાયન્સ આ મેચને 26 રને જીતવામાં સફળ રહી. પરેરાને તેની શાનદાર ઈનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યો.

અહીં ઉલ્લેખનિય છે કે, થિસારા પરેરાએ શ્રીલંકા માટે 6 ટેસ્ટ મેચ અને 203 રન બનાવવામાં સફળ રહ્યો છે. તો વળી વન ડેમાં 166 મેચ રમીને 2338 રન બનાવ્યા છે. વન ડેમાં પરેરાએ 10 અડધી સદી અને એક સદી પણ લગાવી છે.

આ પણ વાંચો: સિંઘ ઈઝ કિંગ: ચાલુ મેચમાં ફરી એક વાર યુવરાજ સિંહને થયો ઝઘડો, મારામારી થતાં રહી ગઈ

Back to top button