ગુજરાતટ્રેન્ડિંગ

મુંબઇની બેન્કના 122 કરોડના કૌભાંડમાં સામેલ મેનેજર વડોદરાથી ઝડપાયો

Text To Speech
  • ન્યૂ ઇન્ડિયા બેંકના ચીફ એક્ઝિક્યિુટિવ ઓફિસરે ફરિયાદ નોંધાવી હતી
  • આરોપીને મુંબઇ પોલીસને હવાલે કરવામાં આવ્યો
  • મુંબઇના આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાયો હતો

મુંબઇની ન્યૂ ઇન્ડિયા બેન્કના 122 કરોડના કૌભાંડમાં સામેલ બેંકના મેનેજરને ડીસીબી પોલીસે ઝડપી પાડયો છે. વધુ તપાસ માટે આરોપીને મુંબઇ પોલીસને હવાલે કરવામાં આવ્યો છે.

મુંબઇના આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાયો હતો

મુંબઇના ગોરેગાંવ તથા પ્રભાદેવી શાખાની ન્યૂ ઇન્ડિયા કો.ઓ.બેકના મેનેજર દ્વારા 122 કરોડની ઉચાપતનો ગુનો મુંબઇના આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાયો હતો. પોલીસની ધરપકડથી બચવા માટે આરોપી કપિલ કલ્યાણજી ડેડિયા (રહે. જયપુર, રાજસ્થાન) નાસતો ફરતો હતો. આરોપી વડોદરામાં સંતાયો હોવાની માહિતી ડી.સી.બી. પોલીસને મળી હતી. જેથી, પી.આઇ. આર.જી. જાદવની સૂચના મુજબ સ્ટાફે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી કપિલ (રહે. જયપુર, રાજસ્થાન, મૂળ રહે. આર્યાવતા કોમ્પલેક્સ, દહીંસર ઇસ્ટ, મુંબઇ) ને નવાયાર્ડ વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો.

વધુ તપાસ માટે આરોપીને મુંબઇ પોલીસને હવાલે કરવામાં આવ્યો

વધુ તપાસ માટે આરોપીને મુંબઇ પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. આ કેસમાં આર.બી.આઇ.ની તપાસ દરમિયાન ઉચાપતની વિગતો પ્રકાશમાં આવી હતી. જેથી, ન્યૂ ઇન્ડિયા બેંકના ચીફ એક્ઝિક્યિુટિવ ઓફિસરે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદની તપાસ દરમિયાન જનરલ મેનેજર હિતેશ મહેતાની ધરપકડ કરવામાં આવી હતી. જેની પૂછપરછ દરમિયાન આરોપી કપિલનું નામ ખૂલતા ધરપકડના ડરથી તે નાસતો ફરતો હતો.

Back to top button